લોઢા સમિતિએ ક્રિકેટ બોર્ડની વિનંતીને નકારી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરાયેલી ન્યાયાધીશ લોઢા પેનલે ક્રિકેટ બોર્ડમાં સૂચવાયેલા ફેરફારોનો છ મહિનામાં અમલ કરવા માટેની મંગળવારે યોજાનાર બેઠકને મુલતવી રાખવાની BCCIની વિનંતીને ફગાવી દીધી છે. BCCIના નવા નિયુક્ત કરાયેલ કાનૂની સલાહકાર ન્યાયાધીશ મર્કન્ડેય કાત્જુએ વડી અદાલતના ચુકાદા સામે મોટી બેન્ચને રિવ્યૂ અરજી કરવાનું તથા સૂચવાયેલા ફેરફારો અબંધારણીય તથા અમલી ન બનતા હોવાનું જાહેર કરતા લોઢા સમિતિને ન મળવાનું ક્રિકેટ બોર્ડને કહ્યા પછીના દિવસે આ વિનંતી કરાઈ હતી. BCCIએ રવિવારે સમિતિને વિનંતી કરતા લખી જણાવ્યું હતું કે તેમની અને પ્રમુખ અનુરાગ ઠાકુર જોડેની બેઠકને મુલતવી રાખવામાં આવે, પણ તે વિનંતી ને નકારી કાઢવામાં આવી છે.

You might also like