ક્રાઇમ બ્રિફ: જાણો અમદાવાદ શહેરના ક્રાઇમ ન્યુઝ….

રિક્ષા અને બે બાઇકની ઉઠાંતરી
અમદાવાદ: નિકોલ અને નવરંગપુરામાંથી રિક્ષા અને બે બાઇકની ઉઠાંતરી થતાં ગુના દાખલ કરવામાં આવ્યા છે. નિકોલમાં ચુનારાવાસ પાસેથી એક સીએનજી રિક્ષાની, બાપા સિતારામ પાર્કિંગ પાસેથી એક બાઇકની અને નવરંગપુરામાં એચ.કે. કોલેજ પાસેથી એક બાઇકની ઉઠાંતરી થતા તપાસ હાથ ધરવામાં આવી છે.

દારૂ અને જુગારના અડ્ડા પર દરોડા
અમદાવાદ: શહેરના જુદા જુદા વિસ્તારમાં દારૂ અને જુગારના અડ્ડા પર પોલીસે ઠેર ઠેર દરોડા પાડી ૩૦૮ લિટર દેશી દારૂ, ૧પ બોટલ વિદેશી દારૂ, પાંચ બિયરના ટીન, એક બાઇક, એક રિક્ષા, રૂ.૩૬ હજારની રકમ અને જુગારના સાધનો કબજે કરી ૮૦ શખસની ધરપકડ કરવામાં આવી છે.

૧.૭પ લાખના સોના-ચાંદીના ઘરેણાંની ચોરી
અમદાવાદ: નિકોલમાં ઘરફોડ ચોરીનો બનાવ બનતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. નિકોલમાં આવેલા વાસાણી પાર્ટી પ્લોટમાં યોજાયેલા લગ્ન સમારંભમાંથી ગઠિયો રૂ.૧.૭પ લાખના ઘરેણાં તફડાવી ફરાર થઇ જતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

અગમચેતીનાં પગલાંરૂપે રપ૮ ઇસમની અટકાયત
અમદાવાદ: આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષી પોલીસે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે અગમચેતીના પગલાંરૂપે રપ૮ ઇસમની અટકાયત કરી લોકઅપ ભેગાં કરી દીધા છે. આ ઉપરાંત નશાબંધીના ભંગ બદલ પોલીસે ૩૮ દારૂડિયાને ઝડપી લઇ આ અંગે નશાબંધીના ભંગના ગુના દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ટ્રેનની અડફેટે વૃદ્ધનું આવી જતાં મોત
અમદાવાદ: કાળીગામ ખાતે રહેતા મફાભાઇ રાવત નામના વૃદ્ધ સાબરમતી ડી-કેબિન નજીક આવેલ રેલવે ફાટક ક્રોસ કરતા હતા ત્યારે ટ્રેનની અડફેટે આવી જતા ગંભીર ઇજા થવાના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.

You might also like