લોકહીડ માર્ટિન ભારતમાં એફ-૧૬ જેટ વિમાનનો પ્લાન્ટ સ્થાપવા તૈયાર

સિંગાપોર: મોદી સરકારના મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમની અસર હવે દેખાવા લાગી છે. લડાયક વિમાનો બનાવતી જાણીતી અમેરિકન કંપની લોકહીડ માર્ટિને ભારતમાં એફ-૧૬ વિમાનો બનાવવાનું કારખાનું નાખવા ઇચ્છા વ્યક્ત કરી છે. આ પ્રસ્તાવ પર આગામી દિવસોમાં બંને દેશો વચ્ચે વાતચીત થઇ શકે છે.

કંપનીના સીઇઓ ફિલ શોએ સિંગાપોર એર શો દરમિયાન આ વાત કરી હતી. લોકહીડ કંપનીએ જોકે કારખાનું સ્થાપવા માટે હજુ સુધી કોઇ સમયમર્યાદાની જાહેરાત કરી નથી. ફિડ શોએ જણાવ્યું હતું કે આ પ્રક્રિયા બંને દેશો વચ્ચે વાતચીત દ્વારા નક્કી થઇ શકે છે, પરંતુ તેઓ ઇચ્છે છે કે આ કાર્યવાહી જલદી હાથ ધરવામાં આવશે.

વર્તમાન સમયમાં લોકહીડ મા‌ર્ટિન અમેરિકા સ્થિત પોતાના પ્લાન્ટમાં દર મહિને એક એફ-૧૬ ‌ફાઇટર વિમાનનું નિર્માણ કરી શકે છે. જો લોકહીડ ભારતમાં પોતાનો પ્લાન્ટ સ્થાપશે તો અહીં ૧,૦૦૦ કરતાં વધુ લોકોને રોજગાર મળવાની સંભાવના છે. કંપની એક સમજૂતી હેઠળ વર્ષ ર૦૧૧માં ભારતને છ સી-૧૩૦ સુપર હકર્યુ‌િલસ વિમાન આપી ચૂકી છે. બાકીનાં છ વિમાન ર૦૧૭માં આપવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતીય વાયુદળની મોટી માગણીને ધ્યાનમાં રાખીને ઓછી કિંમતમાં એફ-૧૬ વિમાન ઉપલબ્ધ કરાવવાના વિકલ્પથી પણ આ પ્લાન્ટ ભારતમાં ઊભો થઇ શકે છે.

You might also like