ગરમીમાં રાહત અાપતું પ્લાસ્ટિકનું પહેરી શકાય તેવું ફેબ્રિક શોધાયું

અમેરિકાના એન્જિનિયરોએ સસ્તુ, ટકાઉ અને ગરમીમાં પણ ઠંડકનો અહેસાસ કરાવે તેવું અનોખુ ફેબ્રિક શોધ્યું છે.

અા ફેબ્રિક પ્લાસ્ટિકબેઈઝ્ડ છે. એમાંથી પરસેવો ઓટોમેટિક સુકાઈ જાય છે. એટલું જ નહીં અા ફેબ્રિક કૂલિંગ ઈફેક્ટ ધરાવે છે. તે પહેરવાથી ત્વચાનું ઉપરનું તાપમાન ૨ ડિગ્રી ફેરનહિટ જેટલું ઓછું નોંધાય છે.

પ્લાસ્ટિક જેવા મટિરિયલમાંથી બનેલું અા ટેક્સટાઈલ મટિરિયલ્સ શરીર અને કપડાં વચ્ચે ઉત્પન્ન થતી ગરમીને ઈન્ફ્રારેડ રેડિએશન દ્વારા બહાર ફેંકી દે છે. તે શરીર માટે હાનિકારક પણ નથી.

You might also like