ડેરીઅોના છૂટક દૂધમાં હાનિકારક બેક્ટેરિયાઃ ૫૦માંથી ૩૩ સેમ્પલ ફેલ

અમદાવાદ: શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે દૂધનો વપરાશ સામાન્ય દિવસો કરતાં અામ પણ વધી જતો હોય છે. ભગવાન શંકરને અભિષેક કરવા માટે વપરાતું દૂધ ઉપવાસીઅો ખોરાક માટે પણ વધુ વાપરતા હોય છે, જાેકે તમારા ઘરની નજીકમાં અાવેલી ડેરી પર મળતું છૂટક દૂધ વાસ્તવમાં તમને તંદુરસ્તી અાપે છે કે પછી રોગની ભેટ અાપે છે તે જાણવું જરૂરી છે. અમદાવાદની મોટા ભાગની ડેરીઅોમાં વેચાતું છૂટક દૂધ પીવાલાયક હોતું નથી તેવું કન્ઝ્યુમર અેજ્યુકેશન અેન્ડ રિસર્ચ સેન્ટર (સીઈઅારસી)અે કરેલા અેક સંશોધનમાં જાણવા મળ્યું છે.

શ્રાવણ માસ સિવાય પણ તંદુરસ્તી માટે પીવાતંુ દૂધ વાસ્તવમાં તંદુરસ્તી માટે કેટલું હાનિકારક છે તે જાણ્યા બાદ તમે કદાચ માર્કેટમાંથી દૂધ ખરીદતાં પહેલાં સો વખત વિચાર કરશો તો તેમાં અતિશયોક્તિ નથી. સીઈઅારસીઅે શહેરના વિવિધ વિસ્તારોમાં અાવેલી પ૦ ડેરીઅોમાંથી તેમજ ઘરે જઈને દૂધનું વેચાણ કરનારા પાંચ વ્યાવસાયિકો પાસેથી દૂધનાં સેમ્પલ લીધાં. અા કુલ પપ સેમ્પલ પૈકી માત્ર ૧૦ સેમ્પલ જ પીવાલાયક દૂધ ગણી શકાય તે પ્રકારનાં હતાં. બાકીનાં તમામ સેમ્પલ લેબોરેટરી પરીક્ષણમાં નિષ્ફળ નીવડ્યાં હતાં. પેશ્ચુરાઈઝ્ડ અને પ્રોસેસ્ડ દૂધ વાપરવાના બદલે અા પ્રકારે ડેરીઅો પરથી છૂટક દૂધ ખરીદનારા ગ્રાહકોઅે અા સંશોધનથી ચેતવા જેવું છે.

સીઈઅારસીના જનરલ મેનેજર અાનં‌દિતા મહેતાઅે જણાવ્યું કે સીઈઅારસીઅે લીધેલા કુલ પપ સેમ્પલ પર ત્રણ ટેસ્ટ કરાયા. કોલિફોર્મ બેક્ટેરિયા ટેસ્ટ મારફત ખાદ્યપદાર્થમાં કોલીફોર્મ બેક્ટેરિયાની હાજરી જાણી શકાય છે. અા બેક્ટેરિયાની હાજરીવાળું દૂધ લેવાથી લોહીના ઝાડા, ઊલટી, મૂત્રમાર્ગને લગતું ઈન્ફેક્શન અને ટાઈફોઈડ થઈ શકે છે. ટોટલ પ્લેટ કાઉન્ટ ટેસ્ટ દૂધમાં રહેલા વાયેબલ બેક્ટેરિયાની સંખ્યા દર્શાવે છે. પ્રતિ મિલિલિટરમાં પ્લેટ કાઉન્ટ પ્રમાણે દૂધ કેટલાઅંશે પીવાલાયક છે તે નક્કી કરી શકાય છે.

અા પ્રમાણના અાધારે દૂધમાં પ્રતિમિલિલિટરે બે લાખથી અોછા બેક્ટેરિયા હોય તો દૂધ પીવા માટે ઘણું સારું ગણી શકાય. બે લાખથી ૧૦ લાખ સુધી બેક્ટેરિયા હોય તો ઠીક ઠીક ગણી શકાય, ૧૦ થી પ૦ લાખની વચ્ચે બેક્ટેરિયા જણાય તો વધુ ખરાબ અને પ૦ લાખથી વધુ બેક્ટેરિયા જણાય તો અત્યંત ખરાબ અેટલે કે પીવા યોગ્ય જ નહી હોવાનું પ્રમાણ મળે છે. અમદાવાદની પ૦ ડેરીમાંથી લેવાયેલા સેમ્પલ પૈકી ૩૩ સેમ્પલ ઠીક ઠીક કેટેગરીમાં અાવતા હોવાનું અભ્યાસનું તારણ છે. અેમબીઅારટી ટેસ્ટ દૂધના બેક્ટેરિયાના તત્ત્વને જાણવા માટે અા પ્રયોગ કરવામાં અાવે છે. અા પ્રયોગમાં માપવામાં અાવે છે કે દૂધના બેક્ટેરિયા મિથાઈલીન બ્લૂને રંગહીન બનાવવામાં કેટલો સમય લે છે. દૂધના સેમ્પલમાં ઉમેરાયેલા મિથાઈલીન બ્લૂને રંગહીન બનાવવામાં બેક્ટેરિયા જેટલો અોછો સમય લે તેટલી દૂધની ગુણવત્તા અોછી અાંકવાની રહે છે. અા બેક્ટેરિયાથી ફૂડ પોઇઝનિંગ, એસિડિટી, ગેસને લગતી સમસ્યા થઈ શકે છે.

સીઈઅારસીઅે અા પપ સેમ્પલ પર મુખ્યત્વે કોલીફોર્મ બેક્ટેરિયા, ટોટલ પ્લેટ કાઉન્ટ અને અેમબીઅારટી અેમ ત્રણ ટેસ્ટ કર્યા. ટેસ્ટ બાદ પ૦ સેમ્પલ પૈકી ૩૩ સેમ્પલમાં સ્વાસ્થ્ય માટે હાનિકારક ગણાતા કોલિફોર્મ બેક્ટેરિયાનું પ્રમાણ અત્યંત ઊંચું હતું. ઘરે જઈને દૂધનું વેચાણ કરનારા વ્યાવસાયિકો પાસેથી લીધેલા દૂધના પાંચ સેમ્પલ ત્રણેય ટેસ્ટમાં નિષ્ફળ નીવડ્યા હતા.”
અાનં‌દિતા મહેતા, જનરલ મેનેજર, સીઈઅારસી

છૂટક વેચાણ કરાતું દૂધ બાળકો માટે સૌથી વધુ હાનિકારક હોય છે. અા પ્રકારના દૂધથી બાળકોને પાતળા ઝાડા થવાનો ભય સૌથી વધુ રહે છે. કાચા દૂધથી યુવાનોને ટાઈફોઈડ થવાનું જાેખમ રહેલું છે. લોહીના ઝાડા, ઊલટી, મૂત્રમાર્ગને લગતું ઈન્ફેક્શન સહિતના રોગો પ્રોસેસ્ડ કે પેશ્ચ્ચ્યુરાઇઝ્ડ ન કરાયું હોય તેવા કાચા દૂધથી થઈ શકે છે. ”
ડો. ઉર્મન ધ્રુવ, કન્સલ્ટિંગ ફિઝિશિયન અેન્ડ ડાયાબિટાલોજિસ્ટ

શું અાવ્યું ટેસ્ટનું પરિણામ?
સીઈઅારસીઅે દૂધનાં 50 સેમ્પલ્સ પર કરેલા ટેસ્ટનું જે પરિણામ હતું તે અત્યંત ચોંકાવનારું હતું.
50 સેમ્પલ પૈકી 33 સેમ્પલમાં સ્વાસ્થ્ય માટે હાનિકારક ગણાતા કોલિફોર્મ બેક્ટેરિયાનું પ્રમાણ અત્યંત ઊંચું હતું.
અેમબીઅારટી અને પ્લેટ કાઉન્ટ ટેસ્ટ મુજબ ડેરીઅોના 50 સેમ્પલને અા મુજબ વર્ગીકૃત કરાયા:
1. 10 સેમ્પલ ખૂબ જ સારા હતા
2. 14 સેમ્પલ સારા હતા
3. 16 સેમ્પલ ઠીક ઠીક હતા
4. 10 સેમ્પલ અત્યંત ખરાબ હતા
ઘરે જઈને દૂધનું વેચાણ કરનારા પાંચ વ્યાવસાયિકો પાસેથી દૂધના લીધેલા પાંચ સેમ્પલ ત્રણેય ટેસ્ટમાં નિષ્ફળ નીવડ્યા હતા અને તે અત્યંત ખરાબ ગુણવત્તાના હોવાનું પુરવાર થયું.

ગ્રાહક કેવી રીતે બચી શકે અાવા બેક્ટેરિયાયુક્ત દૂધથી?
જે ગ્રાહકો પેશ્ચયુરાઇઝ્ડ અને પ્રોસેસ્ડ દૂધ વાપરવાના બદલે છૂટક દૂધનો વપરાશ કરે છે તેમણે અાટલું જરૂર કરવું જાેઈઅે…
સ્થાનિક ડેરી તેમજ ઘરે ઘરે જઈને દૂધનું વેચાણ કરનારા વ્યાવસાયિકો પાસેથી દૂધ ન ખરીદવું જાેઈઅે
જાે તમે કાચું કે છૂટું દૂધ ખરીદો તો તેને ઉકાળ્યા પછી જ પીઅો. પેશ્ચયુરાઈઝ્ડ દૂધને પણ ઉકાળો
દૂધને ઉકાળતી વખતે હલાવતાં રહો. વિટામિન, મિનરલ અને પ્રોટીનના નુકસાનને અોછું કરવા દૂધને જલદીથી ઠંડું કરો
દૂધમાં બેક્ટેરિયા લાગુ થતા અટકાવવા તેને ઠંડું કરીને તરત જ ફ્રીઝમાં મૂકો
તાજા દૂધને ઠંડું, સીલબંધ અને અંધારામાં રાખો. સીલબંધ રાખવાથી અન્ય ગંધ દૂધમાં બેસી ન શકે
દૂધના ખાલી પાઉચ કે પેકેટનું વેચાણ ન કરો. અા પ્રકારના પેકેટનો દુરુપયોગ થઈ શકે છે. ભેળસેળ કરનારાઅો અા પ્રકારના પેકેટનો દુરુપયોગ કરી શકે છે. તેથી દૂધનાં પાઉચ કે પેકેટ ફેંકતાં પહેલાં તેને ફાડી દો.

અા મુદ્દે તાત્કાલિક કાર્યવાહીની જરૂર છે
દૂધ માટે અાપણને સ્વસ્થ દુધાળાં પશુઅોની જરૂર છે. પશુઅોને ચોખ્ખી જગ્યા પર રાખવામાં અાવે તે ખાસ જરૂરી છે. સાથેસાથે પશુઅોને ચોખ્ખો ખોરાક કે ચારો મળે તે પણ અેટલું જ જરૂરી છે.
દૂધ દોહનારાઅો, તેનો જ્યાં સંગ્રહ કરાય છે તે વાસણ અને તે જગ્યા તેમજ દૂધના વિતરણ દરમિયાન પૂરતી સ્વચ્છતા રાખવામાં અાવે તે જરૂરી છે.
ભેળસેળ કરનારાઅો સામે સખત પગલાં લેવાવાં જાેઈઅે
દેશમાં અનેક ખેડૂતો પાસેથી દૂધ અને ડેરી ઉત્પાદનો મેળવવામાં અાવે છે પરંતુ અાવા ખેડૂતો પર કોઈ જ નિયમ લાગુ કરવામાં અાવ્યો નથી તેથી તેઅો સ્વચ્છતા જાળવતા નથી
ગ્રાહકોને ખુલ્લા કે છૂટક દૂધના વપરાશથી થતા નુકસાન અંગે જાણકારી અાપવી જાેઈઅે

અમદાવાદની અા ૫૦ ડેરીમાંથી દૂધનાં સેમ્પલ લેવામાં અાવ્યાં
1. અોમ ગુરુ, વેજલપુર રેલવે સ્ટેશન સામે
2. જય ખોડિયાર, મકરબા
3. ગુરુકૃપા ડેરી પાર્લર, સરખેજગામ
4. કર્ણાવતી ડેરી પ્રોડક્ટસ, બોપલ
5. ખોડિયાર ડેરી પાર્લર, રાંચરડા
6. ઉમિયા ડેરી પાર્લર, શિલજ બસ સ્ટેન્ડ સામે
7. ગણેશ ડેરી, અોગણજ ગામ
8. વિસત ડેરી, ગોતા હાઉસિંગ
9. પટેલ ડેરી, સોલા ભાગવત
10. કેસર ડેરી, ચાણક્યપુરી
11. શ્રી મેલડી ડેરી પાર્લર, ત્રાગડગામ
12. ઘનશ્યામ ડેરી પાર્લર, અાઈઅોસી રોડ
13. ઉમિયા ડેરી પાર્લર, ચાંદખેડા
14. શ્રીજી મિલ્ક પેલેસ, મોટેરા
15. અેસ. મિની માર્ટ, કોટેશ્વરગામ
16. મહાલક્ષ્મી ડેરી પાર્લર, કબીરચોક, ફૂલ બજાર
17. માતેશ્વરી દૂધ ઘર, સુભાષબ્રિજ નીચે, કેશવનગર
18. જનતા દૂધ ઘર, રાણીપ બસ સ્ટેન્ડ
19. શ્રી મિલ્ક પેલેસ, નિર્ણયનગર રોડ
20. દર્શન ડેરી પાર્લર, પાવાપુરી બસ સ્ટેન્ડ પાછળ
21. જનતા દૂધ ઘર, રામદેવપીર મંદિર સામે, મેમનગર
22. ગોપાલ ડેરી અેન્ડ પાર્લર, વા‌િળ‌નાથચોક
23. કૈલાસ દુગ્ધાલય, મીરામ્બિકા સોસાયટી
24. શાયોના ડેરી, અંકુર ચાર રસ્તા
25. પટેલ ડેરી, નવા વાડજ બસ ટર્મિનસ સામે
26. ભાગ્યેશ ડેરી ફાર્મ, જૂના વાડજગામ
27. વડવાલા ડેરી, મહાકાળી મંદિર સામે, દૂધેશ્વર
28. અરિહંત ડેરી પાર્લર, શનિદેવ મંદિર રોડ, શાહપુર
29. પટેલ દૂગ્ધાલય, વિદ્યાનગર સ્કૂલ સામે, ઉસ્માનપુરા
30. સરસ્વતી દૂગ્ધાલય, ફાયર સ્ટેશન પાસે, વિજય ચાર રસ્તા
31. સાગર ડેરી, કોમર્સ છ રસ્તા
32. ગોકુલ ડેરી, વી. અેસ. હોસ્પિટલ સામે
33. જય અંબે પાર્લર, લોધાની ચાલી નજીક, જમાલપુર
34. ખોડિયાર ડેરી ફાર્મ, અેલિસબ્રિજ સામે
35. બાદશાહ ડેરી પ્રોડક્ટ, જૈન મર્ચન્ટ બસ સ્ટેન્ડ પાસે,પાલડી
36. શ્રી જીતેન્દ્ર ડેરી પાર્લર, વાસણાગામ
37. અગ્રવાલ ડેરી, ગુપ્તાનગર ટાઉન‌િશપ પાસે, જુહાપુરા
38. રામદેવ ડેરી, જીવરાજપાર્ક સોસાયટી
39. કર્ણાવતી ડેરી, જાેધપુર ચાર રસ્તા
40. જય બજરંંગ ડેરી, વસ્ત્રાપુરગામ
41. શ્રીરામ ડેરી, ગુલબાઈ ટેકરા
42. રત્નેશ્વરી દૂધ ઘર, રબારી કોલોની, નેશનલ હાઈવે-8
43. લક્ષ્મી દૂગ્ધાલય, વિરાટનગર ચાર રસ્તા
44. શ્રી ગણેશ દૂગ્ધાલય, બાપુનગર બસ ટર્મિનસ
45. કનૈયા કોલ્ડ ડ્રિંક્સ, રઘુનાથ હાઈસ્કૂલ પાસે, બાપુનગર
46. ભૈરુનાથ ડેરી, રામેશ્વર પોલીસચોકી પાછળ
47. પરમેશ્વર ડેરી અેન્ડ ફરસાણ, સિવિલ હોસ્પિટલ પાછળ,
અસારવા
48. માધવ ડેરી, રાજસ્થાન હોસ્પિટલ સામે
49. મા કાલી દૂગ્ધાલય, કમિશનર અોફિસ પાસે, શાહીબાગ
50. અમૃત ડેરી, ગોયલ ઈન્ટર‌િસટી, થલતેજ

સોનલ અનડકટ

You might also like