સ્થાનિક બજારમાં ખાંડના ભાવ ત્રણ વર્ષની ઊંચી સપાટીએ, શુગર શેર ચમક્યા

અમદાવાદ: આંતરરાષ્ટ્રીય બજારના શુગરના ભાવ દોઢ દાયકાની ઊંચી સપાટીએ જોવા મળતાં સ્થાનિક શુગર કંપનીઓને પણ તેનો સીધો ફાયદો થશે તેવા સેન્ટિમેન્ટ પાછળ મોટા ભાગની શુગર કંપનીના શેરમાં ઉછાળો નોંધાતો જોવા મળ્યો હતો. બ્રાઝિલમાં ખાંડના ઉત્પાદનમાં ઘટાડો નોંધાઇ શકે છે તેવી આશંકા પાછળ આંતરરાષ્ટ્રીય બજારમાં ખાંડના ભાવમાં ઉછાળો નોંધાવાની સાથે સ્થાનિક બજારમાં પણ ખાંડના ભાવ ત્રણ વર્ષના ઉપલા સ્તરે જોવા મળી રહ્યા છે અને તેના કારણે શુગર કંપનીઓની બેલેન્સશીટ આગામી દિવસોમાં મજબૂત બની શકે છે તેવી શક્યતાઓ પાછળ શુગર કંપનીઓના શેરના ભાવમાં જોરદાર તેજી જોવા મળી છે.

કંપનીનું નામ          ટકાવારીમાં વધારો
મવાના શુગર         ૬.૯૨ ટકા
ત્રિવેણી એન્જિ.        ૬.૬૩ ટકા
દ્વારકેશ શુગર          ૫.૯૫ ટકા
સિંભોલી શુગર         ૫.૦૩ ટકા
ઉગર શુગર             ૪.૮૬ ટકા
દાલમિયા શુગર       ૪.૧૪ ટકા
શક્તિ શુગર             ૩.૬૨ ટકા

You might also like