સ્થાનિક બજારમાં જંગી આવક વચ્ચે ટામેટાં પાણીના ભાવે

અમદાવાદ: સ્થાનિક બજારમાં ટામેટાનાં ભાવ વધુ ને વધુ તૂટી રહ્યાં છે. સ્થાનિક માર્કેટ યાર્ડમાં તારાપુર બાજુથી વધતી આવકની અસરે ટામેટાનાં ભાવમાં મોટા ગાબડાં પડ્યા છે. એક બાજુ શાકભાજીના ભાવ વધી રહ્યા છે તો બીજી બાજુ ટામેટાનાં ભાવ તૂટી રહ્યા છે.

સ્થાનિક બજારમાં બે કિલો ટામેટા રૂ.૧પ થી ર૦ના ભાવે વેચાઇ રહ્યા છે. સ્થાનિક માર્કેટ યાર્ડના વેપારીઓના જણાવ્યા પ્રમાણે પાછલા વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ટામેટાનો પાક ઘણો ઊંચો છે. સ્થાનિક બજારમાં ટામેટાની ધૂમ આવક આવી રહી છે. આ આવક વચ્ચે ભાવ ઘટ્યા છે.

પાછલા વર્ષે આ જ સમયગાળામાં ટામેટા પ્રતિકિલોએ ૧પ થી ર૦ રૂપિયા વેચાઇ રહ્યા હતા. જ્યારે ચાલુ વર્ષે ઊંચી આવકના પગલે ટામેટાના ભાવમાં ઘટાડો નોંધાતો જોવા મળ્યો છે.  છૂટક બજારમાં ૧પ થી ર૦ રૂપિયે ટામેટા વેચાઇ રહ્યા છે. એટલું જ નહીં ઉત્તર ગુજરાત બાજુથી પણ સ્થાનિક બજારમાં ટામેટાની વધતી આવક વચ્ચે હજુ પણ ટામેટાના ભાવ વધુ ઘટે તેવી પૂરેપૂરી શક્યતા સ્થાનિક માર્કેટ યાર્ડના વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.

You might also like