સ્થાનિક બજારમાં ચાંદીમાં ઝડપથી ઘટાડો નોંધાયો

અમદાવાદ: સ્થાનિક બજારમાં સોના-ચાંદીના ભાવ તૂટી રહ્યા છે. આજે શરૂઆતે સોનાના ભાવમાં રૂ. ૧૫૦ના ઘટાડે ૨૯,૬૦૦ જ્યારે ચાંદીમાં ભાવ રૂ. ૨૦૦નો ઘટાડો નોંધાઈ રૂ.૩૯,૩૦૦ની સપાટીએ ખૂલ્યો હતો. સ્થાનિક બુલિયન બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે આગામી જૂનની ૧૪ અને ૧૫મી તારીખે યુએસ ફેડરલ રિઝર્વની બેઠક છે, જેમાં વ્યાજના દરમાં વધારો કરવાની પ્રબળ સંભાવના છે. આ જોતાં ડોલરની મજબૂતાઈએ વૈશ્વિક બજારના સોનાના ભાવ તૂટી રહ્યા છે. એ જ પ્રમાણે ચાંદીના ભાવમાં પણ ગાબડાં પડી રહ્યાં છે. સ્થાનિક બજારમાં પણ તેની અસર જોવા મળી રહી છે.

દરમિયાન આજે શરૂઆતે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનામાં ૦.૩ ટકાનો ઘટાડો નોંધાઈ ૧૨૫૦ ડોલરની મહત્ત્વની સપાટી તોડી તે નીચે ૧૨૪૯ ડોલરની સપાટીએ જોવા મળ્યું છે, જેની અસરે સ્થાનિક બજારમાં સોનું રૂ.૨૯,૬૦૦ની સપાટીએ ખૂલ્યું હતું. ચાંદીમાં પણ વૈશ્વિક બજારમાં ૦.૪ ટકાનો ઘટાડો નોંધાતો જોવા મળ્યો હતો.

You might also like