સ્થાનિક બજારમાં સિંગતેલ રૂ.૨૦૦૦ની સપાટી ક્રોસ કરે તેવી શક્યતા

અમદાવાદ: સ્થાનિક બજારમાં પાછલાં બે સપ્તાહથી સિંગતેલના ભાવ સ્થિર જોવા મળી રહ્યા હતા, પરંતુ વૈશ્વિક બજારમાં ક્રૂડ તેલમાં આવેલા સુધારા પાછળ ખાદ્યતેલોમાં તેજીના સપોર્ટે સ્થાનિક બજારમાં તેજીની ચાલ જોવાઈ શકે છે. સ્થાનિક ખાદ્યતેલના વેપારીઓના જણાવ્યા પ્રમાણે ટૂંકમાં સિંગતેલ રૂ.૨૦૦૦ની સપાટી ક્રોસ કરે તેવી શક્યતા છે.
સ્થાનિક વેપારીઓના જણાવ્યા પ્રમાણે પાછલા બે મહિનામાં સિંગતેલમાં એકતરફી તેજી જોવા મળી હતી. બે મહિનામાં સિંગતેલના ભાવમાં ડબે રૂપિયા ૪૦૦નો ઉછાળો આવ્યો હતો.

સિંગદાણાની ચીનમાં મોટા પ્રમાણમાં નિકાસ થતાં, સ્થાનિક ઓઈલ મિલરો દ્વારા પીલાણ માટેની મગફળીની ઊંચા ભાવે ખરીદ થતાં તો બીજી બાજુ સ્ટોકિસ્ટોની સિંગતેલમાં સટ્ટાકીય લેવાલીએ સિંગતેલના ભાવમાં આગઝરતી તેજી જોવા મળી છે. સિંગતેલની પાછળ કપાસિયા તેલના ભાવમાં પણ મજબૂત સુધારો જોવાયો છે. બે મહિનામાં ડબ્બે ૨૦૦નો ઉછાળો જોવાઈ ચૂક્યો છે.

You might also like