સ્થાનિક બુલિયન બજારનો કારોબાર તૂટી રહ્યો છે

અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી સત્તાવાર સોનાના ભાવ ૩૧,૦૦૦ની સપાટી, જ્યારે ચાંદીના ભાવ ૪૫,૦૦૦ની સપાટીની ઉપર ટકી રહ્યા છે.  ટૂંકા ગાળામાં જ સોના અને ચાંદીના ભાવમાં ઝડપી ઉછાળો આવ્યો છે એટલું જ નહીં પાછલા માર્ચ મહિનામાં જોવા મળેલી હડતાલ તથા ત્યાર બાદ ઊંચા ભાવને કારણે જ્વેલરી બજારમાં મંદી જેવો માહોલ તો બીજી બાજુ ૧૦ ટકા જેટલી ઊંચી આયાત ડ્યૂટી જેવા કારણોને લઇને સ્થાનિક બુલિયન બજારના કારોબારમાં મંદી જેવો માહોલ પ્રવર્તી રહ્યો છે.

બુલિયન બજારના કારોબારીઓના જણાવ્યા પ્રમાણે ડિસ્કાઉન્ટમાં સોનું અને ચાંદી મળતા હોવાના કારણે જ્વેલર્સ નીચા ભાવે ગ્રે બજારમાંથી સોનું અને ચાંદી ખરીદવાનું વધુ પસંદ કરી રહ્યા છે. બીજી બાજુ એક્સાઇઝના ઈશ્યૂના કારણે જ્વેલર્સ ઓફિશિયલી નાણાકીય વ્યવહાર કરવાનું ઓછું પસંદ કરી રહ્યા છે અને તેને કારણે બુલિયન બજારના કારોબારમાં મોટાં ગાબડાં પડ્યાં છે. નોંધનીય છે કે દેશના કુલ બુલિયન બજારના કારોબારમાંથી અમદાવાદ અને રાજકોટનો હિસ્સો ૪૦ ટકા જેટલો ગણવામાં આવી રહ્યો છે.

You might also like