ઘરઆંગણે સોના-ચાંદીમાં સુધારો

અમદાવાદ:  આજે સોના-ચાંદીમાં સુધારાની ચાલ જોવા મળી હતી. સ્થાનિક સોનામાં વધુ ૧૫૦ રૂપિયાનો સુધારો નોંધાઈ ૩૦,૦૫૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો. જ્યારે ચાંદીમાં ૪૦ હજારની સપાટીની નજીક ૩૯,૯૦૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો.

બજારના જાણકારોના કહેવા પ્રમાણે અમેરિકાની અનિશ્ચિતતાભરી વેપારનીતિના પગલે સોનાના ભાવને સપોર્ટ મળ્યો છે. વૈશ્વિક બજારમાં સોનું ૧૨૮૭ ડોલર પ્રતિઔંસની સપાટીએ પહોંચી ગયું છે. સ્થાનિક બજારમાં પણ તેની સકારાત્મક અસર જોવા મળી હતી.

You might also like