ઘરઅાંગણે સોનાના ભાવ ઘટતા અટક્યા

અમદાવાદ: અમેરિકામાં ઓગસ્ટ મહિનાના નબળા જોબ ડેટાની અસરથી વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં સુધારાની ચાલ જોવા મળી છે. વૈશ્વિક બજારમાં સોનું ૧૩૨૦ ડોલર પ્રતિઔંશની સપાટીએ પહોંચી ગયું છે જ્યારે ઘરઆંગણે સોનાના ભાવમાં રૂ. ૨૦૦નો ઉછાળો નોંધાઈ આજે શરૂઆતે સોનામાં રૂ.૩૧,૩૦૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો. નોંધનીય છે કે ઓગસ્ટ મહિનામાં નોન ફાર્મ પે-રોલ ડેટામાં ૧.૫૧ લાખનો વધારો થયો છે જ્યારે અનુમાન ૧.૮ લાખનું હતું. દરમિયાન બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે નબળા ઈકોનોમી ડેટાના પગલે સપ્ટેમ્બર મહિનામાં રેટ કટની સંભાવના ઘટી ગઈ છે. આજે શરૂઆતે ચાંદીના ભાવમાં પણ સુધારાની ચાલ નોંધાઈ હતી. આજે શરૂઆતે ચાંદી રૂ.૨૦૦ના ઉછાળે રૂ.૪૪,૭૦૦ની સપાટીએ જોવાઈ હતી.

You might also like