સ્થાનિક બજારમાં સોનામાં સુધારાે જોવાયો

અમદાવાદ: આજે શરૂઆતે સ્થાનિક બજારમાં સોનામાં સુધારાની ચાલ નોંધાતી જોવા મળી હતી. આજે શરૂઆતે રૂ. ૨૫૦ના ઉછાળે સોનું ૩૦,૦૦૦ની નજીક ૨૯,૯૫૦ની સપાટીએ ભાવ ખૂલેલો જોવા મળ્યો હતો.  એ જ પ્રમાણે ચાંદીમાં પણ ૪૩,૦૦૦ની નજીક ૪૨,૯૦૦ની સપાટીએ ભાવ ખૂલેલો જોવા મળ્યો હતો. બુલિયન બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે સોનામાં ટેક્િનકલી ૧૨૩૦ ડોલરની સપાટી ક્રોસ કરી દીધી છે અને તેના પગલે વૈશ્વિક બજારમાં સોનું ૧૨૩૭ ડોલર પ્રતિઔંસની સપાટીએ ટ્રેડિંગમાં જોવાયું છે.

અે જ પ્રમાણે ચાંદીમાં પણ ૦.૨૫ ટકાનો સુધારો નોંધાઇ ચાંદી ૧૮ ડોલરની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી છે. વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતાભર્યા માહોલના પગલે સોના અને ચાંદીમાં ફરી એક વખત ખરીદીની ચાલ જોવાઇ છે. દરમિયાન રૂપિયામાં જોવા મળેલા સુધારાના પગલે ભાવને સપોર્ટ કર્યો છે અને તેની અસરથી સોના અને ચાંદીમાં ભાવવધારાે નોંધાયો છે
http://sambhaavnews.com/

You might also like