Categories: Business

સ્થાનિક બજારમાં સોનામાં વધુ ઘટાડો

અમદાવાદ: આંતરરાષ્ટ્રીય બજારમાં સોનામાં ૦.૨ ટકાનો ઘટાડો નોંધાઇ ૧૨૦૦ ડોલરની ઉપર ૧૨૦૬ ડોલર પ્રતિઔંસની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળ્યું છે, જેના પગલે સ્થાનિક બજારમાં સોનામાં સાધારણ નરમાઇ તરફી ચાલ નોંધાઇ છે.
આજે સોનું સ્થાનિક બજારમાં દોઢસો રૂપિયા ઘટીને ૨૮,૫૦૦ની સપાટીએ ભાવ ખૂલ્યો છે. ઇક્વિટી બજારમાં જોવા મળેલા પાછલા બે દિવસના સુધારાની અસરે સ્થાનિક બુલિયન બજારમાં તેની સીધી અસર નોંધાઇ છે.

બુલિયન બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ઊંચા મથાળે સોનાના ભાવમાં વેચવાલીએ ભાવમાં નરમાઇ તરફી ચાલ જોવાઇ છે. દરમિયાન કેન્દ્ર સરકાર ૨૦૧૬માં સોનાની ત્રણ ખાણનું ઓક્શન કરી શકે છે અને તેને કારણે સોનાના ઉત્પાદનમાં વધારો થશે એટલું જ નહીં સ્થાનિક મોરચે સોનાની માગમાં ઘટાડો થશે તેવી શક્યતા પાછળ પણ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ તૂટ્યા છે.

તો બીજી બાજુ એશિયાઇ ઇક્વિટી બજારમાં જોવા મળેલા ઉછાળાના કારણે પણ બુલિયન બજાર ઉપર અસર થઇ છે. દરમિયાન ચાંદીમાં પણ નરમાઇ તરફી ચાલ નોંધાઇ છે. આજે શરૂઆતે ચાંદીનો ૩૬,૬૦૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો. આમ ચાંદીમાં શરૂઆતે ૨૦૦ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.

divyesh

Recent Posts

કળશ કૌભાંડઃ પૂજા સામગ્રીના નિકાલમાં નિયમો-પવિત્રતાનો ખુલ્લેઆમ ભંગ

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સતત એક અથવા બીજા પ્રકારનાં કૌભાંડ ગાજતાં હોય છે. હવે સાબરમતી નદીને ચોખ્ખીચણાક રાખવાના ઉદ્દેશથી નદી પરના…

2 hours ago

ગાંધીનગરમાં આજે દેશનો સૌથી મોટો ગ્લોબલ ટ્રેડ શો

અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરથી ત્રણ દિવસ માટે ગુજરાતની મુલાકાતે છે વાઈબ્રન્ટ સમિટ ૨૦૧૯ અંતર્ગત ગાંધીનગર ટાઉનહોલ ખાતે…

2 hours ago

ગેમ્સમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ માટે CBSE બોર્ડ અલગથી પરીક્ષા લેશે

અમદાવાદ: દેશભરના ઊભરતા ખેલાડીઓ માટે એક રાહતના સમાચાર આવ્યા છે, જે વિદ્યાર્થીઓને ઇન્ટરનેશનલ અને નેશનલ ગેમ્સમાં ભાગ લેવા માટે બોર્ડની…

2 hours ago

કર્ણાટકમાં ભાજપનું ‘ઓપરેશન લોટસ’ નિષ્ફળ: JDSના ધારાસભ્યને ૬૦ કરોડની ઓફરનો આરોપ

બેંગલુરુ: કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકારને પાડવાની ભાજપની કોશિશોને મોટો ઝાટકો વાગ્યો છે. અસંતુષ્ટ કોંગ્રેસ ધારાસભ્યોએ છેક છેલ્લી ઘડીએ વફાદારી બતાવીને…

2 hours ago

અમદાવાદીઓ માટે આજે સાંજથી શોપિંગની મજા

અમદાવાદ: આજથી તા. ૨૮ જાન્યુઆરી સુધી ચાલનારા અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં રૂ.બે હજારની રજિસ્ટ્રેશન ફી ભરીને શહેરના ૧૫,૪૦૦ વેપારીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું…

2 hours ago

આમંત્રણ પત્રિકામાંથી નાયબ મુખ્યપ્રધાનનું નામ જ ગાયબ

અમદાવાદ: અમદાવાદીઓ માટે રૂ.૭પ૦ કરોડના ખર્ચે બનાવાયેલી અતિ આધુનિક સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલ આજે સાંજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે…

2 hours ago