સ્થાનિક બજારમાં સોનામાં ઘટાડો અટક્યો

અમદાવાદ: આજે શરૂઆતે સ્થાનિક બજારમાં સોનામાં સુધારાની ચાલ નોંધાતી જોવા મળી હતી. આજે શરૂઆતે સોનામાં રૂ. ૧૦૦નો સુધારો નોંધાઇ ૨૮,૭૦૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો. ડોલર સામે રૂપિયાની નરમાઇ તથા વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં જોવા મળેલા સકારાત્મક ટ્રેન્ડના પગલે સુધારાની ચાલ નોંધાતી જોવા મળી હતી.

એ જ પ્રમાણે ચાંદીમાં પણ રૂ. ૨૦૦નો સુધારો જોવાયો હતો. આજે શરૂઆતે ચાંદી ૪૦,૯૦૦ની સપાટીએ ખૂલી હતી. આમ છેલ્લા કેટલાક વખતથી જોવા મળતી ઘટાડાની ચાલ અટકી હતી. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે યુએસ ફેડરલ રિઝર્વની બેઠક પૂર્વે બુલિયન બજારમાં સ્ટેડી માહોલ જોવા મળી રહ્યો છે.
http://sambhaavnews.com/

You might also like