સ્થાનિક બજારમાં સોનામાં ઘટાડાની ચાલ નોંધાઈ

અમદાવાદ: સ્થાનિક બજારમાં સોનામાં ઘટાડાની ચાલ નોંધાતી જોવા મળી છે. આજે વધુ રૂ. ૧૦૦નો ઘટાડો નોંધાઇને ૨૮,૭૦૦ની સપાટીએ ભાવ ખૂલેલો જોવા મળ્યો હતો. એ જ પ્રમાણે ચાંદીમાં પણ રૂ. ૨૦૦નો ઘટાડો નોંધાયો હતો. આજે શરૂઆતે ચાંદી ૪૦,૫૦૦ની સપાટીએ ખૂલી હતી.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક બજારમાં જોવા મળી રહેલા નકારાત્મક ટ્રેન્ડ તથા ડોલર સામે રૂપિયામાં જોવા મળી રહેલી સાધારણ મજબૂતાઇના પગલે સોનામાં ઘટાડાની ચાલ નોંધાતી જોવા મળી છે. તો બીજી બાજુ નોટબંધી બાદ રોકડની ક્રાઇસિસના પગલે તથા કાળાં નાણાં થકી બજારમાં જોવાતી ખરીદી અટકતાં તેની પણ જ્વેલરી બજાર પર અસર નોંધાઇ છ.

સ્થાનિક બુલિયન બજારના એનાલિસ્ટના જણાવ્યા પ્રમાણે ટૂંકા સમયગાળા માટે સોનામાં હજુ વધુ ઘટાડો નોંધાઇ શકે છે. આગામી દિવસોમાં સોનું ૨૮ હજારથી ૨૮,૪૦૦ની સપાટીએ જોવા મળી શકે છે.
http://sambhaavnews.com/

You might also like