સ્થાનિક બજારમાં સોનામાં ઘટાડાની ચાલ નોંધાઈ

અમદાવાદ: યુએસ ઇકોનોમી ડેટા અપેક્ષા કરતા સારા આવતા તથા તેની સકારાત્મક અસરે ઇક્વિટી બજારમાં પણ પોઝિટિવ ચાલ નોંધાતાં વૈશ્વિક સોનાના ભાવમાં નરમાઇની ચાલ જોવા મળી છે. દરમિયાન આજે શરૂઆતે સ્થાનિક બજારમાં પણ સોનાનો રૂ. ૧૦૦ના ઘટાડે ૩૦,૭૦૦ની સપાટીએ ભાવ ખૂલ્યો છે. એ જ પ્રમાણે ચાંદીએ પણ ૪૫,૦૦૦ની સપાટી તોડી રૂ. ૨૦૦ના ઘટાડે ૪૪,૮૦૦ની સપાટીએ તેનો ભાવ ખૂલેલો જોવા મળ્યો છે.

ઉલ્લેખનીય છે કે પાછલા મહિને બ્રેક્ઝિટના જનમત બાદ વૈશ્વિક સોનાના ભાવમાં ૧૦૦ ડોલરથી પણ વધુનો ઉછાળો જોવાઇ ચૂક્યો હતો, જોકે હવે યુએસના મજબૂત ઇકોનોમી ડેટા તથા ડોલરના સુધારાએ સોનામાં પ્રોફિટ બુકિંગની ચાલ નોંધાઇ છે.

You might also like