ઘરઆંગણે સોના અને ચાંદીના ભાવમાં અપ ટ્રેન્ડ

અમદાવાદ: સપ્તાહ દરમિયાન સોના અને ચાંદીના ભાવમાં સુધારાની ચાલ નોંધાતી જોવા મળી છે. સપ્તાહ દરમિયાન સોનાના ભાવમાં ૫૦૦ રૂપિયાનો ઉછાળો નોંધાયો છે. આજે શરૂઆતે સ્થાનિક બજારમાં સોનામાં રૂ. ૩૦,૬૦૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો. એ જ પ્રમાણે ચાંદીમાં પ્રતિકિલોએ રૂ. ૮૦૦નો ઉછાળો નોંધાયો છે. આજે શરૂઆતે ચાંદીમાં રૂ. ૪૦,૬૦૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો.

અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે વધતી તંગદિલીના પગલે સોનાના વૈશ્વિક ભાવમાં ઉછાળો નોંધાયો છે. સોનાનો વૈશ્વિક ભાવ ૧૩૦૦ ડોલરની સપાટી ક્રોસ કરી ૧૩૨૫ ડોલરની સપાટીએ પહોંચી ગયો છે. સાથે-સાથે અમેરિકાના કેટલાક પ્રદેશોમાં આવેલા વાવાઝોડાની અસરથી પણ મોટાં ફંડની લેવાલી પાછળ સોનાના ભાવમાં ઉછાળો નોંધાયો છે.

બુલિયન બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે આગામી તહેવારોમાં સોના અને ચાંદીની માગમાં સુધારો જોવાઇ શકે છે. ખાસ કરીને સારા ચોમાસાના પગલે ગ્રામીણ વિસ્તારોમાંથી અપેક્ષા કરતાં વધુ માગ જોવાઇ શકે છે તેવા સેન્ટિમેન્ટ પાછળ સ્ટોકિસ્ટોની લેવાલીના પગલે સોના અને ચાંદીના ભાવમાં મજબૂત સુધારાની ચાલ
જોવાઇ છે.

You might also like