સ્થાનિક બજારમાં કપાસિયા તેલે ૧૨૦૦ની સપાટી ક્રોસ કરી

અમદાવાદ: પાછલાં ચાર-છ સપ્તાહથી ખાદ્યતેલના ભાવમાં આગઝરતી તેજી જોવા મળી છે. સિંગતેલના ભાવ ટૂંક સમયમાં ૧૯૦૦ની સપાટી ક્રોસ કરે તેવી મજબૂત શક્યતાઓ છે. સરસિયા તેલમાં પણ પાછલા એક જ મહિનામાં ૧૦૦ રૂપિયાનો ઉછાળો નોંધાયો છે, જેની પાછળ ને પાછળ કપાસિયા તેલના ભાવમાં પણ હવે નીચા મથાળે ખરીદી નોંધાતાં કપાસિયા તેલના ભાવે ૧૨૦૦ની સપાટી ક્રોસ કરી દીધી છે.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક બજારમાં ખાદ્યતેલના ભાવમાં મજબૂત ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. સ્થાનિક મોરચે પણ તેની સીધી અસર નોંધાતી જોવા મળી છે. તહેવારોમાં સટ્ટાકીય લેવાલીની અસરે ખાદ્યતેલના ભાવમાં ઉછાળો નોંધાયો છે. સિંગતેલ તથા સરસિયા તેલના ભાવમાં જોવા મળેલા ઉછાળાના પગલે લોકોએ કપાસિયા તેલની ખરીદી વધારતાં કપાસિયા તેલમાં પણ ઉછાળો જોવા મળ્યો છે.

પાછલા વર્ષની સરખામણીએ ૧૦૦ રૂપિયા વધુ
પાછલા વર્ષની સરખામણીએ કપાસિયા તેલનો ભાવ ચાલુ સિઝનમાં રૂ. ૧૦૦ ઊંચાે જોવા મળી રહ્યો છે. પાછલા વર્ષે આ સિઝનમાં કપાસિયા તેલનો ભાવ ડબે ૧૧૦૦ની સપાટીએ હતો.

You might also like