સ્થાનિક બજારમાં કપાસના ભાવ ૧૦ ટકા ઊછળ્યા

અમદાવાદ: સૌરાષ્ટ્ર સહિત તેની આજુબાજુના જિલ્લાઓમાંથી કપાસની આવક ધીમી પડતાં કપાસના ભાવમાં પાછલાં બે મહિનામાં ૧૦ ટકાથી વધુનો ઉછાળો જોવાઇ ચૂક્યો છે, જેના પગલે નિકાસ ઉપર પણ અસર જોવા મળી છે.
અપૂરતી આવકના પગલે નિકાસકારોએ બે લાખ જેટલી ગાંસડીઓની નિકાસ ચાર સપ્તાહ પાછી ઠેલી છે. બે મહિના પૂર્વે ૯૫૦થી ૧૦૦૦ની વચ્ચે બોલાતા કપાસના ભાવ ૧૧૦૦-૧૧૫૦ના થઇ ગયા છે.

ઉલ્લેખનીય છે કે સરકારે ચલણી નોટો રદ કરવાના કારણે કપાસના કારોબાર ઉપર પણ અસર જોવા મળી હતી અને તેના કારણે કપાસની આવકમાં ઘટાડો નોંધાયો હતો. હવે બજારમાં રોકડની પ્રવાહિતા વધી છે તેની સાથે જ કપાસની આવક પણ ધીમે ધીમે વધી છે. તો બીજી બાજુ વૈશ્વિક બજારમાં માગ ઊંચી છે. તેના કારણે કપાસના ભાવમાં પાછલા બે મહિનામાં ૧૦ ટકાથી વધુનો ઉછાળો જોવાઇ ચૂક્યો છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૫-૧૬માં ભારતે ૬૯ લાખ ગાંસડીઓની નિકાસ કરી હતી. ચાલુ વર્ષે નિકાસમાં ૨૮ ટકાનો ઘટાડો જોવાઇ શકે છે.
http://sambhaavnews.com/

You might also like