સ્થાનિક હાજર બજારમાં ચણાની દાળ સેન્ચુરી ક્રોસ કરી ૧૦૦-૧૧૦ની સપાટીએ

અમદાવાદ: ચોમાસું મોડું આવવાની શક્યતાઓ પાછળ ચણાનું વાયદા બજાર ગરમ છે. વાયદા બજારમાં ચણાના ભાવ પ્રતિ ક્વિન્ટલની ૬૦૦૦ની સપાટીએ પહોંચી ગયા છે. જેની અસરે સ્થાનિક હાજર બજારમાં ચણાના ભાવ વધવાની સાથે સાથે ચણાની દાળના ભાવમાં જોરદાર તેજીની ચાલ નોંધાઈ છે. સ્થાનિક હાજર બજારમાં ચણાની દાળનો ભાવ સેન્ચૂરી ક્રોસ કરી ૧૦૦થી ૧૧૦ પ્રતિ કિલોની સપાટીએ પહોંચી ગયો છે.

નોંધનીય છે કે ચણાના ભાવમાં છેલ્લા ત્રણ મહિનામાં ૪૦ ટકાથી વધુનો ઉછાળો જોવાઈ ચૂક્યો છે. સ્થાનિક હાજર બજારમાં ચણા ૭૦ રૂપિયા પ્રતિ કિલોની સપાટીએ ભાવ પહોંચી ગયા છે. સ્થાનિક વેપારીઓના જણાવ્યા પ્રમાણે પાછલા બે વર્ષથી ચણાની ખેતી નબળી પડી છે. અપૂરતા વરસાદને કારણે સ્થાનિક બજારમાં માગ પૂરી કરવા આયાત કરવી પડી રહી છે. ચાલુ સિઝનમાં પણ વરસાદ મોડો આવવાની શક્યતાઓ પાછલ સટોડિયાઓની એકધારી સટ્ટાકીય લેવાલી પાછળ ચણામાં ઉછાળો નોંધાયો છે. તેની પાછળ ચણાની દાળમાં પણ આગેકૂચ જોવાઈ છે.

You might also like