Crime Brief: બસ..! એક Click અને વાંચો શહેરના ક્રાઇમ સમાચાર

વાડજ અને સોલામાં ઘરફોડઃ કાંકરિયા નજીક ચીલઝડપ
સોલા અને વાડજ વિસ્તારમાં ઘરફોડ ચોરીના બે બનાવ અને કાંકરિયા નજીક ચીલઝડપનો બનાવ બનતાં પોલીસે અા અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.  વાડજમાં ઉસ્માનપુરા ચાર રસ્તા નજીક જૈન હોસ્પિટલ પાસે અાવેલ ડેન્ટલ હોસ્પિટલનો દરવાજો તોડી તસ્કરોએ મોબાઈલ ફોન અને કેમેરા મળી રૂ. એક લાખ ૧૧ હજારની મતા ચોરી હતી. જ્યારે સોલામાં બ્રિજ નજીક ભંભો‌િરયાના છાપરા પાસે અાવેલ એક ગોડાઉનમાં તસ્કરોએ ઘૂસી રૂ. ૯૦ હજારની કિંમતની ચંપલ બનાવવાની ૨૬૫ નંગ સીટની ચોરી કરી હતી.

અા ઉપરાંત કાંકરિયા વિસ્તારમાં અપ્સરા સિનેમાના ઢાળ નજીકથી પસાર થઈ રહેલ હર્ષાબહેન નિમેશચંદ્ર દેસાઈ નામની વૃદ્ધાના ગળામાંથી બાઈક પર અાવેલા ગ‌િઠયા સોનાનો દોરો તોડી ફરીર થઈ ગયા હતા.

પ્રેમી પંખીડાંએ ટ્રેન નીચે ઝંપલાવી કરેલી અાત્મહત્યા
અમદાવાદ ખાતે રહેતી એક સગીરાના પ્રેમમાં પડેલા ધોળકા તાલુકાના રહીશ એક અાધેડે પોતાની પ્રે‌િમકા સાથે ભાવનગર-બાંદ્રા ટ્રેન નીચે ઝંપલાવી સજોડે અાત્મહત્યા કરી લેતાં અા ઘટનાએ ભારે ચકચાર જગાવી છે.  અા અંગેની વિગત એવી છે કે ધોળકા તાલુકાના ભુરખી ગામે રહેતા જેસિંગ મોહન ભરવાડ નામના અાધેડને અમદાવાદ ખાતે રહેતી તેની જ કોમની સગીરા સાથે અાંખ મળી ગઈ હતી અને બંને અવારનવાર છાના ખૂણે મળતાં હતાં. જેસિંગ પરિણીત અને બે સંતાનોનો પિતા હોઇ સગીરા સાથે લગ્ન કરી શકે એમ ન હોવાથી અા બંનેએ સાથે જીવી શકીએ નહીં તો સાથે મરવાનો મનસૂબો ઘડ્યો હતો અને બંને જણાએ ભાવનગર-બાંદ્રા ટ્રેન નીચે લીંબડી નજીક એકબીજાના હાથમાં હાથ પરોવી પડતું મૂકી જીવન ટૂંકાવી નાખ્યું હતું. પોલીસે અા અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

સ્વા‌િમનારાયણ મંદિરમાંથી તસ્કરો સિંહાસન-અાભૂષણો ઉઠાવી ગયા
તસ્કરોએ રાજકોટના જસદણ નજીક અાવેલા અાટકોટ ગામને ટાર્ગેટ બનાવી એક સ્વા‌િમનારાયણ મંદિર, હાઈસ્કૂલ અને મેડિકલ સ્ટોરમાં હાથફેરો કરતાં અા ઘટનાએ ભારે રોષ જન્માવ્યો છે.  અા અંગેની વિગત એવી છે કે જસદણ નજીક અાવેલા અાટકોટ ગામના સ્વા‌િમનારાયણ મંદિરમાં તસ્કરોએ ઘૂસી ભગવાનનાં સિંહાસન, અાભૂષણો અને સોનાના છત્રની ચોરી કરી હતી તેમજ મંદિરમાં તોડફોડ પણ કરી હતી. અા ઉપરાંત વિદ્યાવિહાર હાઈસ્કૂલમાં પણ તસ્કરોએ ઘૂસી લેપટોપ સહિતના માલસામાનની ચોરી કરી હતી. અા ઉપરાંત એક મોબાઈલની દુકાન અને મેડિકલ સ્ટોરનાં પણ તાળાં તોડી દસ મોબાઈલ ફોન, રોકડ રકમ અને કીમતી દવાઓની ચોરી કરી હતી. અામ, એક રાતમાં ચાર જગ્યાએ ચોરી થતાં ગ્રામજનોમાં ભારે રોષની લાગણી પ્રસરી છે.

ઓઢવની સગીરાનું અપહરણ
ઓઢવમાં રહેતી એક સગીરાનું અપહરણ થતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. ઓઢવમાં કઠવાડા નજીક ગળીના કારખાના પાસે રહેતી એક સગીરાને કોઇ અજાણ્યો શખ્સ લલચાવી-ફોસલાવી લઇ જતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

બે બાઈક અને રિક્ષાની ઉઠાંતરી
અમદાવાદઃ શહેરના કાલુપુર અને ગોમતીપુર વિસ્તારમાંથી બે બાઇક અને રિક્ષાની ઉઠાંતરી થતાં પોલીસે ગુના દાખલ કર્યા છે. કાલુપુરમાં રેલવે સ્ટેશન નજીકથી એક બાઇકની અને આશીર્વાદ માર્કેટ પાસેથી એક બાઇકની તેમજ ગોમતીપુરમાં ચારતોડા કબ્રસ્તાન નજીકથી એક રિક્ષાની ઉઠાંતરી થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

દારૂ-જુગારના અડ્ડા પર દરોડા
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં દારૂ-જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૧૬૪ લિટર દેશી દારૂ, ૧પ બોટલ વિદેશી દારૂ, ર૦ બિયરનાં ટીન, એક રિક્ષા, એક બાઇક, રૂ.૮,૦૦૦ની રોકડ રકમ અને જુગારનાં સાધનો કબજે કરી ૪૯ શખ્સની ધરપકડ કરી છે. આ ઉપરાંત પોલીસે તકેદારીનાં પગલાંરૂપે ૮૩ શખ્સની અટકાયત કરી છે.

યુવાને નદીમાં ઝંપલાવ્યું
અમદાવાદઃ વસ્ત્રાલમાં નિરાંત ચોકડી પાસે આવેલા માધવ હોમ્સ ખાતે રહેતા ભાવેશ અમરતલાલ સાહિયા નામના યુવાને બપોરના સુમારે સાબરમતી નદીમાં ‌િરવરફ્રન્ટના પશ્ચિમ છેડે નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરતાં પોલીસે આ અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

વૃદ્ધની લાશ મળી આવી
અમદાવાદઃ સિવિલ હોસ્પિટલ નજીકથી એક આધેડની લાશ મળી આવતાં પોલીસે તપાસ હાથ ધરી છે. સિવિલ હોસ્પિટલ નજીકની ફૂટપાથ પર એક આધેડની લાશ પડી હોવાની જાણ થતાં પોલીસે તાત્કાલિક પહોંચી જઇ કાર્યવાહી શરૂ કરી હતી.

You might also like