ક્રાઇમ બ્રિફઃ જાણો માત્ર એક ક્લિક પર

ઓઢવની હોસ્પિટલમાંથી ચોરી
અમદાવાદઃ ઓઢવ વિસ્તારમાં અાવેલી એક હોસ્પિટલમાં ચોરી થતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. ઓઢવમાં સોનીની ચાલ હનુમાનનગરના નાકા પાસે અાવેલ દાંતના દવાખાનામાં તસ્કરોએ ત્રાટકી લેપટોપ, રોકડ રકમ મળી રૂ. ૩૮ હજાર મતાની ચોરી કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

બોલેરો જીપ અને રિક્ષાની ઉઠાંતરી
અમદાવાદઃ રામોલ વિસ્તારમાંથી એક બોલેરો જીપ અને રિક્ષાની ઉઠાંતરી થતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. રામોલમાં વસ્ત્રાલ સૂર્યમ્ સ્કાય સોસાયટીના ગેટ પાસે પાર્ક કરેલ એક બોલેરો જીપની અને અા જ વિસ્તારમાં જનતાનગર નજીકથી એક રિક્ષાની ઉઠાંતરી થઈ હતી.

વિદેશી દારૂની ૩૬૪ બોટલ કબજે
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં ચાલતા દારૂ અને જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૧૨૮ ‌િલટર દેશી દારૂ, ૩૬૪ બોટલ વિદેશી દારૂ, ૪૨ બિયરનાં ટીન, બે રિક્ષા, રોકડ રકમ અને જુગારનાં સાધનો કબજે કરી ગુના દાખલ કર્યા છે.

તકેદારીરૂપે ૧૨૦ ઈસમની અટકાયત
અમદાવાદઃ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાના હેતુથી પોલીસે જુદા જુદા વિસ્તારમાંથી તકેદારીનાં પગલાંરૂપે ૧૨૦ ઈસમોની અટકાયત કરી લોકઅપ ભેગા કરી દીધા છે. અા ઉપરાંત નશાબંધીના ભંગ બદલ છ દારૂડિયાને ઝડપી લઈ ગુના દાખલ કર્યા છે.

ગઠિયો સગીરાને ઉઠાવી ગયો
અમદાવાદઃ કાળીગામ વિસ્તારમાંથી એક સગીરાનું અપહરણ થતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. કાળીગામ રેલવે સ્ટેશન પાસે છાપરામાં રહેતી એક સગીરાને કોઈ અજાણ્યો શખસ લલચાવી-ફોસલાવી ઉઠાવી જતાં તપાસ હાથ ધરવામાં અાવી છે.
http://sambhaavnews.com/

You might also like