ક્રાઇમ બ્રિફઃ શહેરના ક્રાઇમ ન્યુઝ વાંચો એક ક્લિક પર

રાણીપમાં સોનાના દોરાની ચીલઝડપ
અમદાવાદઃ રાણીપ વિસ્તારમાં ચેઈન સ્નેચિંગનો બનાવ બનતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. રાણીપમાં સુભાષબ્રિજ નજીક જૂના એસટી બસસ્ટેન્ડ પાસેથી પસાર થઈ રહેલી દુર્ગાબહેન હનુમાનજી ભૈયા નામની મહિલાના ગળામાંથી સોનાનો દોરો તોડી ગઠિયાઓ બાઈક પર ફરાર થઈ જતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

સોના-ચાંદીનાં ઘરેણાંની ચોરી
અમદાવાદઃ ઓઢવ વિસ્તારમાં ઘરફોડ ચોરીનો બનાવ બનતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. ઓઢવમાં અાવેલા અાદિનાથનગર સોસાયટીના એક મકાનના તાળાં તોડી તસ્કરોએ સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી અાશરે રૂ. ૭૫ હજારની માલમતાની ચોરી કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

રામોલમાં દાઝી જતાં યુવકનું મોત
અમદાવાદઃ રામોલ વિસ્તારમાં દાઝી જવાથી એક યુવકનું મોત થતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. રામોલમાં સીટીએમ પાસે રેવાભાઈ એસ્ટેટ ખાતે રહેતો નીલેશ રમેશભાઈ નિકમ ફેક્ટરીમાં ટેફલોન કોટિંગનું કામ કરતો હતો ત્યારે મશીનમાં અચાનક બ્લાસ્ટ થતાં દાઝી જવાના કારણે અા યુવાનનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.

શાહપુરના યુવાને નદીમાં ઝંપલાવ્યું
અમદાવાદઃ શાહપુર વિસ્તારમાં અાવેલી કલ્યાણગ્રામ સોસાયટી ખાતે રહેતા વિમલ વિઠ્ઠલભાઈ અમીન નામના ૨૩ વર્ષના યુવાને અગમ્ય કારણસર સાંજના સાત વાગ્યાના સુમારે સુભાષબ્રિજ નીચે સાબરમતી નદીમાં ઝંપલાવ્યું હતું. ફાયરબ્રિગેડે લાશને બહાર કાઢી પીએમ માટે મોકલી દીધી હતી.

દારૂ અને જુગારના અડ્ડા પર દરોડા
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં ચાલતા દારૂ અને જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૨૭૦ લિટર દેશી દારૂ, ૪૩ બોટલ વિદેશી દારૂ, બે રિક્ષા, રોકડ રકમ અને જુગારનાં સાધનો કબજે કરી ૩૨ શખસની ધરપકડ કરી છે.

http://sambhaavnews.com/

You might also like