ક્રાઇમ બ્રિફઃ શહેરના ક્રાઇમ ન્યુઝ વાંચો એક ક્લિક પર

સોનાના દોરાની ચીલઝડપ
અમદાવાદ: ચાંદલોડિયા વિસ્તારમાં સોનાના દોરાની ચીલઝડપનો બનાવ બનતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. ચાંદલોડિયા વિસ્તારમાં તળાવ પાસેથી પસાર થઇ રહેલ મીરાંબહેન પ્રકાશભાઇ જોશી નામની મહિલાના ગળામાંથી પાછળના ભાગેથી બાઇક પર આવેલા બે ગઠિયા રૂ.રપ,૦૦૦ની કિંમતના સોનાના દોરાની ચીલઝડપ કરી ભાગી જતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

વૃદ્ધાની નજર ચૂકવી તફડંચી
અમદાવાદઃ રામોલ વિસ્તારમાં વૃદ્ધાની નજર ચૂકવી તફડંચીનો બનાવ બનતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. વડોદરાની રહીશ રુકૈયાબેગમ ઇબ્રાહીમભાઇ નામની વૃદ્ધા સીટીએમ નજીક બસમાં બેસવા જતી હતી ત્યારે કોઇ ગઠિયાઅે તેમની નજર ચૂકવી સોનાના દોરાની તફડંચી કરી હતી.

દેશી વિદેશી દારૂનો જથ્થો કબજે
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં દારૂ જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ર૬૬ લિટર દેશી દારૂ, ૩૧૯ બોટલ વિદેશી દારૂ, ૬૦ બિયરનાં ટીન, બે એકિટવા, એક રિક્ષા, એક કાર, રૂ.ર૯,૦૦૦ની રોકડ
રકમ અને જુગારનાં સાધનો કબજે કરી ૩૬ શખસની ધરપકડ કરી છે.

કાર અને રિક્ષાની ઉઠાંતરી
અમદાવાદ: નરોડામાં મહાજનિયા વાસ નજીકથી કારની અને જૂના વાડજમાં બીઆરટીએસ બસ મથક પાસેથી એક રિક્ષાની ઉઠાંતરી થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

સાબરમતી નદીમાંથી લાશ મળી
અમદાવાદ: ચંદ્રભાગા પુલ નીચે સાબરમતી નદીમાંથી એક વૃદ્ધની લાશ મળી આવતાં પોલીસે તપાસ હાથ ધરી છે. ચંદ્રભાગા પુલ નીચે સાબરમતી નદીમાં એક વૃદ્ધની લાશ તરતી હોવાની જાણ થતાં પોલીસે તાત્કાલિક પહોંચી જઇ જરૂરી કાર્યવાહી શરૂ કરી હતી.
http://sambhaavnews.com/

You might also like