ક્રાઇમ બ્રિફઃ શહેરના ક્રાઇમ ન્યુઝ વાંચો એક ક્લિક પર

અકસ્માતે દાઝી જતાં વૃદ્ધાનું મોત
અમદાવાદ: ખોખરામાં અકસ્માતે દાઝી જવાથી એક વૃદ્ધાનું મોત થયું હતું. ખોખરામાં ઋષિકેશ નગર ખાતે રહેતી વિદ્યાબહેન ખત્રી નામની એક વૃદ્ધા પોતાના ઘેર ગેસ બંધ કરવા જતા ભડકો થતા ગંભીર રીતે દાઝી જવાના કારણે તેનું મોત થયું હતું.

આઇશર ગાડી અને રિક્ષાની ઉઠાંતરી
અમદાવાદ: ઓઢવ વિસ્તારમાંથી આઇશર ગાડી અને રિક્ષાની ઉઠાંતરી થતાં પોલીસે ગુના દાખલ કર્યા છે. ઓઢવમાં રબારી વસાહત નજીક મધુવન રોડવેઝની ઓફિસ સામે પાર્ક કરેલી રૂ.૯ લાખની કિંમતની આઇશર ગાડી અને સોનીની ચાલી પાસેથી એક સીએનજી રિક્ષાની ઉઠાંતરી થઈ હતી.

નજર ચૂકવી ઘરેણાંની તફડંચી
અમદાવાદ: ઘાટલોડિયા વિસ્તારમાં ઘરેણાંની તફડંચીનો બનાવ બનતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. ઘાટલોડિયામાં આવેલી જિમ એગ્રો સર્વિસીઝ નામની ઓફિસમાં અખિલભાઇ પટેલની નજર ચૂકવી બે અજાણ્યા શખસો સોનાની વિંટી અને લકીની તફડંચી કરી ફરાર થઈ ગયા હતા.

મહિલાનું પર્સ ઝૂંટવી ગઠિયા ફરાર
અમદાવાદ: વાડજ વિસ્તારમાં એક મહિલાનું પર્સ ઝૂંટવી બે ગઠિયા ફરાર થઇ જતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. વાડજમાં ભીમજીપુરા નજીક વીરનગર સોસાયટી નજીકથી પૂનમબહેન પંચાલ નામની મહિલા પસાર થઇ રહી હતી ત્યારે બાઇક પર આવેલા ગઠિયા આ મહિલાનું રૂ.ર૦,૦૦૦ની મતા સાથેનું પર્સ ઝુંટવી ફરાર થઇ ગયા હતા.

દારૂ-જુગારના અડ્ડા પર દરોડા
અમદાવાદ: શહેરના જુદા જુદા વિસ્તારમાં ચાલતા દારૂ-જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૧૯૯ લિટર દેશી દારૂ, ૪૦ બોટલ વિદેશી દારૂ, ૧૪૪ બિયરના ટીન, બે રીક્ષા, રૂ.૧૪૦૦૦ની રકમ અને જુગારના સાધનો કબજે કરી રર શખસોની ધરપકડ કરી છે.

http://sambhaavnews.com/

You might also like