ક્રાઇમ બ્રિફઃ શહેરના ક્રાઇમ ન્યુઝ વાંચો એક ક્લિક પર

પતિનો પાઈપથી પત્ની પર હુમલો
અમદાવાદઃ દાણીલીમડાના વિઠ્ઠલનગર ખાતે રહેતી અંજનાબહેન ચાવડા તથા તેનાં સાસુ પુષ્પાબહેન વચ્ચે લગ્ન પ્રસંગે દિયરને ત્યાં અાપેલાં વાસણો બાબતે ઝઘડો થયો હતો. અા ઝઘડામાં ઉશ્કેરાયેલા અંજનાબહેનના પતિ અલ્પેશે પાઈપથી અંજનાબહેન પર હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી.

અકસ્માતે દાઝી જતાં યુવતીનું મોત
અમદાવાદઃ નરોડા ગામમાં અાવેલા દરબારવાસ ખાતે રહેતી દક્ષાબહેન સંજયસિંહ વાઘેલા નામની યુવતીનું પ્રાઇમસ પર રસોઈ બનાવતી વખતે અકસ્માતે દાઝી જતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.

અજાણ્યા વાહનની અડફેટે યુવાનનું મોત
અમદાવાદઃ મણિનગર વિસ્તારમાં રહેતા કૃપાશંકરસિંહ રાજપૂતનો પુત્ર વિજય બાઈક પર શાંતિપુરા સર્કલ નજીકથી પસાર થઈ રહ્યાે હતાે ત્યારે કોઈ અજાણ્યા વાહને તેને અડફેટે લેતાં ઈજા થવાના કારણે તેનું મોત થયું હતું.

દારૂ અને જુગારના અડ્ડા પર દરોડા
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં ચાલતા દારૂ અને જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૧૬૦ લિટર દેશી દારૂ, ૭૦ બોટલ વિદેશી દારૂ, ૨૭ બિયરનાં ટીન, બે રિક્ષા, રૂ. ૧૨ હજારની રકમ અને જુગારનાં સાધનો કબજે કરી ૨૩ શખસની ધરપકડ કરી છે.

કેનાલ પાસેથી મળેલી લાશ ઓળખાઈ
અમદાવાદઃ વટવા કેનાલ પાસેથી હત્યા કરાયેલી હાલતમાં મળી અાવેલી લાશની ઓળખવિધિ થતાં અા લાશ મૂળ રાજસ્થાનના અને હાલમાં ઈસનપુર વિસ્તારમાં રહેતા અનિલ અાદિવાસીની હોવાનું જાણવા મળ્યું છે. કેનાલ પાસેથી ગઈ કાલે એક યુવાનની લાશ મળી અાવી હતી. યુવાનની પત્નીની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે રવિવારે રાતે અનિલ તેના મિત્ર સાથે બહાર ગયો હતો તે પછી તેની લાશ મળી અાવી હતી.

http://sambhaavnews.com/

You might also like