ક્રાઇમ બ્રિફઃ શહેરના ક્રાઇમ ન્યુઝ વાંચો એક ક્લિક પર

સોનાના દોરાની ચીલઝડપ
અમદાવાદઃ પાલડી વિસ્તારમાં સોનાના દોરાની ચીલઝડપનો બનાવ બનતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. ઈનસપુરમાં રહેતી રઈબહેન પરષોત્તમભાઈ સોલંકી નામની મહિલા પાલડી પીટી કોલેજ રોડ પરથી પસાર થઈ રહી હતી ત્યારે બાઈક પર અાવેલા ગઠિયા તેના ગળામાંથી રૂ. ૪૫ હજારનો સોનાનો દોરો તોડી ફરાર થઈ ગયા હતા.

બીજા માળેથી ટ્રોલી પડતાં અાધેડનું મોત
અમદાવાદઃ વટવા જીઅાઈડીસી વિસ્તારમાં એક કંપનીના બીજા માળેથી ટ્રોલી પડતાં અાધેડનું મોત થયું હતું. વટવા જીઅાઈડીસીમાં અાવેલ અમદાવાદ પેકેજિંગ પ્રા.લિ. નામની કંપનીમાં કામ કરતા બિપિનભાઈ શાહ ઉપરના માળેથી ટ્રોલીમાંથી નીચે ખાબકતાં ગંભીર ઈજા થવાને કારણે તેમનું મોત થયું હતું.

દેશી અને વિદેશી દારૂનો જથ્થો કબજે
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં ચાલતા દારૂ અને જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૨૫૦ લિટર દેશી દારૂ, ૪૦૩ વિદેશી બોટલ, ૩૪૦ બિયરનાં ટીન, એક એક્ટિવા, એક રિક્ષા, રોકડ રકમ અને જુગારનાં સાધનો કબજે કરી ૪૭ શખસની ધરપકડ કરી છે.

બે બાઈક અને રિક્ષાની ઉઠાંતરી
અમદાવાદઃ શહેરના રામોલ-વટવા વિસ્તારમાંથી બે બાઈક અને રિક્ષાની ઉઠાંતરી થતાં પોલીસે ગુના દાખલ કર્યા છે. રામોલમાં સીટીએમ ચાર રસ્તા પાસેથી બાઈકની અને જનતાનગર બસસ્ટેન્ડ પાસેથી બાઈકની તેમજ વટવામાં પુનિતનગર બસસ્ટેન્ડ પાસેથી રિક્ષાની ઉઠાંતરી થતાં તપાસ હાથ ધરવામાં અાવી છે.

ગઠિયો સગીરાને ઉઠાવી ગયો
અમદાવાદઃ નરોડા વિસ્તારમાંથી એક સગીરાનું અપહરણ થતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. નરોડા બેઠક પાસેથી ૧૫ વર્ષીય એક સગીરાને કોઈ અજાણ્યો શખસ લલચાવી ફોસલાવી ઉઠાવી જતાં પોલીસે સઘન શોધખોળ શરૂ કરી છે.
http://sambhaavnews.com/

You might also like