ક્રાઇમ બ્રિફઃ શહેરના ક્રાઇમ ન્યુઝ વાંચો એક ક્લિક પર

તળાવમાં ડૂબી જતાં યુવાનનું મોત
અમદાવાદઃ અસલાલીના તળાવમાં ડૂબી જવાથી એક યુવાનનું મોત થયું હતું. નારોલ ખાતે રહેતો અજય કિશનભાઈ મારવાડી ગઈ કાલે બપોરે બહુ ગરમી હોવાના કારણે અસલાલીના તળાવમાં નહાવા પડ્યો હતો, જેનું ઊંડા પાણીમાં ડૂબી જવાના કારણે મોત થયું હતું.

ઘાટલોડિયામાં ઘરફોડ ચોરી
અમદાવાદઃ ઘાટલોડિયા વિસ્તારમાં ઘરફોડ ચોરીનો બનાવ બનતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. ઘાટલોડિયામાં અાવેલ ગાયત્રી એપાર્ટમેન્ટના એક મકાનનાં તાળાં તોડી તસ્કરોએ રૂ. ૪૫ હજારના સોનાનાં ઘરેણાંની ચોરી કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

છોટા હાથીની અડફેટે મહિલાનું મોત
અમદાવાદઃ જુહાપુરા રોડ પર છોટા હાથીની અડફેટે અાવી જતાં એક મહિલાનું મોત થયું હતું. જુહાપુરા ચાર રસ્તા પાસેથી અખતરુનિસા નામની મહિલા રોડ ક્રોસ કરતી હતી તે વખતે પુરઝડપે અાવેલી છોટા હાથી ગાડીએ તેને ટક્કર મારતાં ગંભીર ઈજા થવાના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

ધાબા પરથી પટકાતાં વૃદ્ધનું મોત
અમદાવાદઃ રામોલમાં ધાબા પરથી પટકાતાં એક વૃદ્ધનું મોત થયું હતું. રામોલમાં પૂજા વિદ્યાલય પાસે અાવેલ સહજાનંદ સોસાયટી ખાતે રહેતા રાઘવભાઈ નાનજીભાઈ પ્રજાપતિ નામના વૃદ્ધ બાજુમાં અાવેલા પાર્લરના ધાબા પર કામ કરી રહ્યા હતા ત્યારે અકસ્માતે નીચે પટકાતાં તેમનું મોત થયું હતું.

યુવાનનો નદીમાં ઝંપલાવી અાપઘાત
અમદાવાદઃ દાણીલીમડા વિસ્તારમાં રહેતા એક યુવાને નદીમાં ઝંપલાવી અાત્મહત્યા કરતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. દાણીલીમડામાં અાવેલા ખોડિયારનગર ખાતે રહેતા કમલેશ બાબુભાઈ પરમાર નામના યુવાને સાબરમતી નદીમાં પડતું મૂકી અાત્મહત્યા કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
http://sambhaavnews.com/

You might also like