ક્રાઇમ બ્રિફઃ જાણો માત્ર એક ક્લિક પર

સોનાના દોરાની ચીલઝડપ
અમદાવાદઃ કાંકરિયા વિસ્તારમાં સોનાના દોરાની ચીલઝડપ થતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. કાંકરિયા વિસ્તારમાં ઝઘડિયાબ્રિજ નજીકથી પસાર થઈ રહેલ ભાવનાબહેન નરેન્દ્રભાઈ પટેલના ગળામાંથી રૂ. ૨૫ હજારની કિંમતનો સોનાનો દોરો તોડી બે ગઠિયા બાઈક પર ફરાર થઈ જતાં પોલીસે તપાસ શરૂ કરી છે.

રિક્ષાની અડફેટે બાળકીનું મોત
અમદાવાદઃ શાહીબાગ વિસ્તારમાં રિક્ષાની અડફેટે અાવી જતાં પાંચ વર્ષની એક બાળકીનું મોત થયું હતું. ચમનપુરા ખાતે રહેતા સંજયભાઈ પટણીની પાંચ વર્ષની પુત્રી રોશની ઘોડાવાળા છાપરા નજીક રોડ ક્રોસ કરતી હતી ત્યારે રિક્ષાની અડફેટે અાવી જતાં ગંભીર ઈજા થવાના કારણે તેનું મોત થતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે.

છઠ્ઠા માળેથી પટકાતાં મજૂરનું મોત
અમદાવાદઃ ચાંદખેડા વિસ્તારમાં નવી બનતી સાઈટના છઠ્ઠા માળેથી પટકાતાં એક મજૂરનું મોત થયું હતું. ચાંદખેડામાં નવી બનતી એપલ એલિગન્સ-૩ નામની સાઈટના છઠ્ઠા માળે નરપત લાલુભાઈ બારિયા નામનાે મજૂર પાલક છોડતો હતો તે વખતે પગ લપસતાં નીચે પટકાયો હતો. ગંભીર ઈજા થવાના કારણે તેનું મોત થયું હતું.

દેશી અને વિદેશી દારૂનો જથ્થો કબજે
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં ચાલતા દારૂ અને જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૧૬૩ લિટર દેશી દારૂ, ૩૫ વિદેશી બોટલ, ૨૮૨ બિયરનાં ટીન, એક કાર, એક રિક્ષા, રૂ. ૭ હજારની રકમ અને જુગારનાં સાધનો કબજે કરી ૩૭ શખસની ધરપકડ કરી છે.

અગમચેતીરૂપે ૮૮ ઈસમની અટકાયત
અમદાવાદઃ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાના હેતુસર પોલીસે અગમચેતીનાં પગલાંરૂપે જુદા જુદા વિસ્તારમાંથી ૮૮ ઈસમની અટકાયત કરી છે.

http://sambhaavnews.com/

You might also like