ક્રાઇમ બ્રિફઃ જાણો માત્ર એક ક્લિક પર

કુબેરનગરમાં રૂ. બે લાખની ઘરફોડ
અમદાવાદઃ કુબેરનગર વિસ્તારમાં રૂ. બે લાખની ઘરફોડ ચોરીનો બનાવ બનતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. કુબેરનગરમાં ડી-વોર્ડ ખાતે અાવેલા એક મકાનનું તાળું તોડી તસ્કરોએ સોનાનાં ઘરેણાં અને રોકડ રકમ મળી રૂ. બે લાખની ચોરી કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

કરંટ લાગવાથી યુવાનનું મોત
અમદાવાદઃ મેમનગર વિસ્તારમાં દાઝી જવાથી એક યુવાનનું મોત થતાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે. મેમનગરમાં સનપાવર ફ્લેટ ખાતે રહેતા ધ્યાનેશ હીરાલાલ ગોરડિયા નામનો યુવાન બાથરૂમમાં ગિઝરને અડતા કરંટ લાગવાથી તેનું મોત થયું હતું.

ઘાટલોડિયામાં યુવાનનો અાપઘાત
અમદાવાદઃ ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા એક યુવાને અાત્મહત્યા કરતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. ઘાટલોડિયામાં કેકેનગર ખાતે રહેતા અતુલ ઈશ્વરભાઈ ખત્રી નામના ૩૦ વર્ષના યુવાને અગમ્ય કારણસર અાત્મહત્યા કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

દેશી અને વિદેશી દારૂનો જથ્થો કબજે
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં ચાલતા દારૂ અને જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૮૨૭ લિટર દેશી દારૂ, ૨૭૦ વિદેશી બોટલ, ૩૫ બિયરના ટીન, એક કાર, એક રિક્ષા, એક સ્કૂટર, રૂ. ૨૧ હજારની રકમ અને જુગારના સાધનો કબજે કરી ૫૪ શખસની ધરપકડ કરી છે.

અગમચેતીરૂપે ૧૫૮ ઈસમની અટકાયત
અમદાવાદઃ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાના હેતુસર પોલીસે અગમચેતીના પગલારૂપે જુદા જુદા વિસ્તારમાંથી ૧૫૮ ઈસમની અટકાયત કરી લોકઅપ ભેગા કરી દીધા છે. જ્યારે બે શખસની પાસા હેઠળ ધરપકડ કરવામાં અાવી છે.
http://sambhaavnews.com/

You might also like