ક્રાઇમ બ્રિફઃ જાણો માત્ર એક ક્લિક પર

દાણીલીમડામાં ચેઈન સ્નેચિંગ
અમદાવાદઃ દાણીલીમડા વિસ્તારમાં ચેઈન સ્નેચિંગનો બનાવ બનતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. અમરાઈવાડી ખાતે રહેતી મેઘના રાવલ નામની યુવતી દાણીલીમડામાં નવજીવન સ્કૂલ નજીકથી એક્ટિવા પર પસાર થઈ રહી હતી ત્યારે તેના ગળામાંથી સોનાનાે દોરો તોડી ગઠિયા ફરાર થઈ ગયા હતા.

બે લેપટોપ અને મોબાઈલની ચોરી
અમદાવાદઃ થલતેજ વિસ્તારના એક મકાનમાંથી બે લેપટોપ અને એક મોબાઈલની ચોરી થતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. થલતેજમાં અાવેલ રોક વ્યૂ એપાર્ટમેન્ટના એક મકાનમાંથી તસ્કર રૂ. સવા લાખની કિંમતના બે લેપટોપ અને મોબાઈલ ફોનની ચોરી કરી નાસી છૂટ્યો હતો.

સીડી પરથી પટકાતાં યુવાનનું મોત
અમદાવાદઃ નરોડા વિસ્તારમાં સીડી પરથી પટકાતાં ગંભીર ઈજા થવાના કારણે એક યુવાનનું મોત થયું હતું. નરોડામાં અાવેલ માતૃશક્તિ સોસાયટીના ધાબાની સીડી પરથી પટકાતાં શ્રવણ સોનાજી મારવાડી નામના યુવાનનું ગંભીર ઈજા થવાના કારણે સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.

પાણીની ટાંકીમાં પડી જતાં બાળકીનું મોત
અમદાવાદઃ વટવા વિસ્તારમાં પાણીની ટાંકીમાં પડી જવાથી ચાર વર્ષીય એક બાળકીનું મોત થયું હતું. વટવામાં અાવેલા કી‌િર્તનગર ખાતે રમતાં રમતાં અન્ડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં પડી જતાં ‌િબપિનભાઈ ચાકિયાની ચાર વર્ષની પુત્રી સંગમનું ડૂબી જવાથી મોત થયું હતું.

દારૂ અને જુગારના અડ્ડા પર દરોડા
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં ચાલતા દારૂ અને જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૩૫૬ લિટર દેશી દારૂ, ૧૪૪ બોટલ વિદેશી દારૂ, ૪૦ બિયરનાં ટીન, બે બાઈક, એક સ્કૂટર, રૂ. ૪૦ હજારની રકમ અને જુગારનાં સાધનો કબજે કરી ૭૩ શખસની ધરપકડ કરી હતી.
http://sambhaavnews.com/

You might also like