ક્રાઇમ બ્રિફઃ જાણો માત્ર એક ક્લિક પર

સોનાના દોરાની ચીલઝડપ
અમદાવાદઃ સાબરમતી વિસ્તારમાં સોનાના દોરાની ચીલઝડપનો બનાવ બનતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. સાબરમતીમાં તેજેન્દ્રનગર વલ્લભપાર્ક પાસેથી પસાર થઈ રહેલ વિરલભાઈ વાઢેરના ગળામાંથી ગઠિયા
રૂ. ૩૫ હજારનો સોનાનો દોરો તોડી ફરાર થઈ ગયા હતા.

ફેક્ટરીમાંથી માલ-સામાનની ચોરી
અમદાવાદઃ ખોખરા વિસ્તારમાં અાવેલી એક ફેક્ટરીમાંથી રૂ. ૮૩ હજારના માલ-સામાનની ચોરી થતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. ખોખરામાં અનુપમ સિનેમા પાસે અાવેલ એક ઈન્ડસ્ટ્રીઝનાં તાળાં તોડી તસ્કરોએ મશીનરી સહિત માલમતાની ચોરી કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

દેશી અને વિદેશી દારૂનો જથ્થો કબજે
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં ચાલતા દારૂ અને જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૫૧૫ લિટર દેશી દારૂ, ૫૦૯ બોટલ વિદેશી દારૂ, ૪૨ બિયરના ટીન, એક રિક્ષા, એક સ્કૂટર, રૂ. ૨૦ હજારની રકમ અને જુગારનાં સાધનો કબજે કરી ૬૫ શખસની ધરપકડ કરી છે.

અગમચેતીરૂપે ૧૯૩ ઈસમની અટકાયત
અમદાવાદઃ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાના હેતુસર પોલીસે જુદા જુદા વિસ્તારમાંથી અગમચેતીના પગલારૂપે ૧૯૩ ઈસમની અટકાયત કરી હતી, જ્યારે નશાબંધીના ભંગ બદલ છ શખસની અને પાસા હેઠળ બે શખસની ધરપકડ કરી જેલભેગા કરી દેવામાં અાવ્યા છે.

સિમેન્ટનું પતરું પડતાં યુવાનનું મોત
અમદાવાદઃ વટવા વિસ્તારમાં અાવેલી એક ઈન્ડસ્ટ્રીમાં અકસ્માતે સિમેન્ટનું પતરું માથા પર પડતા એક યુવાનનું મોત થયું હતું. વટવામાં ધાબી કેનાલ પાસે અાવેલ એક ઈન્ડસ્ટ્રીઝમાં મજૂરીકામ કરતા સુનિલ કુર્મી પર અકસ્માતે પતરું પડતા ગંભીર ઈજા થવાથી તેનું મોત થયું હતું.
http://sambhaavnews.com/

You might also like