ક્રાઇમ બ્રિફઃ જાણો માત્ર એક ક્લિક પર

ધમકી અાપી મોબાઈલ પડાવી લીધો
અમદાવાદઃ કાલુપુરમાં રિક્ષાચાલકના મળતિયાએ મુસાફરને છરી બતાવી મોબાઈલ ફોન પડાવી લીધો હતો. બાપુનગરનો મેહુલ મકવાણા નામનો યુવાન રિક્ષામાં બેસી જઈ રહ્યો હતો ત્યારે રિક્ષામાં બેઠેલા એક મળતિયાએ મેહુલને છરી બતાવી મોબાઈલ ફોન અને રોકડ રકમ પડાવી લેતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે.

દેશી અને વિદેશી દારૂનો જથ્થો કબજે
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં ચાલતા દારૂ અને જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૩૨૮ લિટર દેશી દારૂ, ૨૨૦ બોટલ વિદેશી દારૂ, ૧૨૯ બિયરનાં ટીન, બે સ્કૂટર, એક બાઈક, એક રિક્ષા, રૂ. ૩૦ હજારની રકમ અને જુગારનાં સાધનો કબજે કરી ૫૪ શખસની ધરપકડ કરી છે.

રામોલમાં સોનાના દોરાની ચીલઝડપ
અમદાવાદઃ રામોલ વિસ્તારમાં સોનાના દોરાની ચીલઝડપનો બનાવ બનતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. વસ્ત્રાલ ખાતે રહેતી હીરલબહેન ડાહ્યાભાઈ મકવાણા નામની મહિલા સાંજના સુમારે માધવ હોમ્સ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે બાઈક પર અાવેલા બે ગઠિયા અા મહિલાના ગળામાંથી સોનાનો દોરો તોડી ફરાર થઈ ગયા હતા.

દીવાલ નીચે દટાઈ જતાં અાધેડનું મોત
અમદાવાદઃ રખિયાલમાં દીવાલ નીચે દટાઈ જવાથી એક અાધેડનું મોત થયું હતું. રખિયાલમાં ઠક્કર એન્ડ સન્સ એસ્ટેટની દીવાલ અકસ્માતે ધસી પડતા દીવાલ નીચે દટાઈ જવાથી નરેશભાઈ સોલંકી નામના અાધેડનું સારવાર દરમિયાન સિવિલ હોસ્પિટલમાં મોત થયું હતું.

સાવચેતીરૂપે ૨૨૬ ઈસમની અટકાયત
અમદાવાદઃ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાના હેતુસર પોલીસે તકેદારીના પગલાંરૂપે જુદા જુદા વિસ્તારમાંથી ૨૨૬ ઈસમની અટકાયત કરી લોકઅપ ભેગા કરી દીધા છે.

http://sambhaavnews.com/

You might also like