ક્રાઇમ બ્રિફઃ જાણો માત્ર એક ક્લિક પર

એલિસબ્રિજમાં ચેઈનસ્નેચિંગ
અમદાવાદઃ એલિસબ્રિજ વિસ્તારમાં ચેઈન સ્નેચિંગનો બનાવ બનતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. એલિસબ્રિજમાં કોચરબ અાશ્રમ પાસે અર્ચન ફ્લેટ પાસેથી પસાર થઈ રહેલ વર્ષાબહેન શાહ નામની મહિલાના ગળામાંથી બાઈક પર અાવેલા ગઠિયા સોનાનો દોરો તોડી ફરાર થઈ ગયા હતા.

રામોલમાં લેપટોપની ચોરી
અમદાવાદઃ રામોલ વિસ્તારમાં લેપટોપની ચોરીનો બનાવ બનતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. વડોદરાના રહીશ બસમાં બેસી અમદાવાદ અાવતા હતા તે દરમિયાન એક્સપ્રેસ હાઈવેના નાકા પાસે કોઈ શખસે તેમની નજર ચૂકવી રૂ. ૭૦ હજારની કિંમતના લેપટોપની ચોરી કરી હતી.

ખોખરામાં મંગળસૂત્રની તફડંચી
અમદાવાદઃ ખોખરા વિસ્તારમાં મંગલસૂત્રની તફડંચીનો બનાવ બનતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. ખોખરા સર્કલથી મ્યુનિસિપલ બસમાં બેઠેલા પૂર્વીબહેન મોદી નામની યુવતીની બેગમાંથી ગઠિયો રૂ. ૩૦ હજારની કિંમતનું મંગળસૂત્ર તફડાવી ફરાર થઈ ગયો હતો.

દારૂ અને જુગારના અડ્ડા પર દરોડા
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં ચાલતા દારૂ અને જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૨૩૯ લિટર દેશી દારૂ, ૧૦૨ બોટલ વિદેશી દારૂ, ૪૮ બિયરના ટીન, એક કાર, રૂ. ૪૦ હજારની રકમ અને જુગારના સાધનો કબજે કરી ૪૯ શખસની ધરપકડ કરી હતી.

તકેદારીરૂપે ૧૭૭ ઈસમની અટકાયત
અમદાવાદઃ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાના હેતુસર પોલીસે જુદા જુદા વિસ્તારમાંથી તકેદારીનાં પગલાંરૂપે ૧૭૭ ઈસમની અટકાયત કરી હતી. અા ઉપરાંત ગુનાહિત પ્રવૃતિમાં સંડોવાયેલા બે શખસને પાસા હેઠળ ઝડપી જેલ ભેગા કરી દીધા છે.
http://sambhaavnews.com/

You might also like