ક્રાઇમ બ્રિફઃ જાણો માત્ર એક ક્લિક પર

નવરંગપુરામાં મકાનના તાળાં તૂટ્યા
અમદાવાદઃ નવરંગપુરા વિસ્તારમાં ઘરફોડ ચોરીનો બનાવ બનતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. નવરંગપુરામાં દાદાસાહેબના પગલાં પાસે અાવેલ કાજલ એપાર્ટમેન્ટના એક મકાનના તાળાં તોડી તસ્કરોએ ચાંદીના સિક્કાઓ, ચાંદીના ગ્લાસ મળી રૂ. ૫૦ હજારની મતાની ચોરી કરતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે.

રોકડ સાથેની બેગની તફડંચી
અમદાવાદઃ માણેકબાગ બીઅારટીએસ બસસ્ટેન્ડ નજીક ગઠિયાએ એક મહિલાની બેગની તફડંચી કરી હતી. મણિનગર ખાતે રહેતા સ્નેહલબહેન જોશી માણેકબાગ બસસ્ટેન્ડ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ગઠિયાએ નજર ચુકવી રૂ. સવા લાખની રોકડ સાથેની બેગની તફડંચી કરી હતી.

ગઠિયો સગીરાને ઉઠાવી ગયો
અમદાવાદઃ વટવા વિસ્તારમાંથી એક સગીરાનું અપહરણ થતાં પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. વટવા વિસ્તારમાં સૈયદવાડી નજીકથી ૧૪ વર્ષની એક સગીરાને કોઈ અજાણ્યો શખસ લલચાવી ફોસલાવી ઉઠાવી ગયો હતો.

દેશી-વિદેશી દારૂનો જથ્થો કબજે
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં ચાલતા દારૂ અને જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૩૪૧ લિટર દેશી દારૂનો જથ્થો, ૨૬ બોટલ વિદેશી દારૂ, ૪૨ બિયરના ટીન, બે રિક્ષા, એક બાઈક, રૂ. ૧૦ હજારની રકમ અને જુગારના સાધનો કબજે કરી ૧૨૪ શખસની ધરપકડ કરી છે.

નાસતો ફરતો ગુનેગાર ઝડપાયો
અમદાવાદઃ ઘરફોડ ચોરી સહિત અન્ય ગુનામાં સંડોવાયેલ નાસતો ફરતો ગુનેગાર દેવલા જોરિયા ભાંભોર નામના ગુનેગારને વેજલપુર પોલીસે ઝડપી લઈ જેલભેગો કર્યો છે. અા ગુનેગારે વટવા, સોલા અને ઓઢવ વિસ્તારમાં છ જેટલા ઘરફોડ ચોરીના ગુના અાચર્યા હોવાની કબૂલાત કરી છે.

You might also like