ક્રાઇમ બ્રિફઃ જાણો માત્ર એક ક્લિક પર

નજર ચૂકવી ઘરેણાંની તફડંચી
અમદાવાદ: પાલડી વિસ્તારમાં એક વ્યકિતની નજર ચૂકવી ઘરેણાંની તફડંચી કરવામાં આવતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. પાલડીના સરગમ ફલેટ ખાતે રહેતા જિગરભાઇ પાસે બે અજાણ્યા શખ્સોએ આવી વાસણો ચમકાવવાનું કામ કરતા હોવાનું જણાવી તેમની નજર ચૂૂકવી રૂ.૧.૩પ લાખનાં ઘરેણાંની તફડંચી કરી તેઓ ફરાર થઇ ગયા હતા.

ઇસનપુરમાં ધોળા દિવસે મકાનમાંં ચોરી
અમદાવાદ: ઇસનપુરમાં ધોળા દિવસે મકાનમાંં ચોરીનો બનાવ બનતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. ઇસનપુરમાં આવેલી હીરાબાગ સોસાયટીના એક મકાનમાં તસ્કરોએ ઘૂસી રૂ.દોઢ લાખના સોનાનાં ઘરેણાંની ચોરી કરી હતી.

ટ્રેનની અડફેટે આવી જતાં મોત
અમદાવાદ: સાબરમતી રેલવે સ્ટેશન નજીક ટ્રેનની અડફેટે આવી જતાં એક યુુવાનનું મોત થયું હતું. જગતપુર ખાતે રહેતા મનીષભાઇ સુરેશભાઇ જાની સવારે ૧૧-૦૦ વાગ્યે સાબરમતી રેલવે સ્ટેશન પાસે રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યા હતા તે દરમ્યાન ટ્રેનની અડફેટે આવી જતાં તેમનું મોત થયું હતું.

વોન્ટેડ મહિલા આરોપી ઝડપાઈ
અમદાવાદ: ઘરફોડ ચોરીના સંખ્યાબંધ ગુુનામાં સંડોવાયેલી વોન્ટેડ મહિલા આરોપીને વેજલપુર પોલીસે ઝડપી લીધી હતી. ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલી અને નાસતી ફરતી મહિલા આરોપી જીવીબહેન પ્રતાપજી ભીલને પોલીસે ધોરાજી ખાતેથી ઝડપી લીધી હતી.

દારૂ-જુગારના અડ્ડા પર દરોડા
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં દારૂ-જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૩૦૩ લિટર દેશી દારૂ, રર બોટલ વિદેશી દારૂ, ૩૪ બિયરનાં ટીન, બે રિક્ષા, એક બાઇક, રૂ.૩પ,૦૦૦ની રોકડ રકમ અને જુગારનાં સાધનો કબજે કરી ૧૪૬ શખ્સની ધરપકડ કરી છે.

You might also like