ક્રાઇમ બ્રિફઃ જાણો માત્ર એક ક્લિક પર

કારના દરવાજાનો કાચ તોડી તફડંચી
અમદાવાદઃ ખમાસા વિસ્તારમાં કારના દરવાજાનો કાચ તોડી ગઠિયાએ રૂ. ૨૩ હજારની મતા સાથેની બેગની તફડંચી કરી હતી. ખમાસામાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ નજીક પાર્ક કરેલી એક કારના દરવાજાનો કાચ ગઠિયાએ સિફતપૂર્વક તોડી કીમતી ચીજ-વસ્તુની તફડંચી કરી હતી.

દાણીલીમડામાં ઘરેણાં-રોકડની ચોરી
અમદાવાદઃ દાણીલીમડા વિસ્તારમાં ઘરફોડ ચોરીનો બનાવ બનતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. દાણીલીમડામાં અાવેલ સબ્બા હાઈટ્સ નામના ફ્લેટનાં તાળાં તોડી તસ્કરોએ સોનાનો દોરો, વીંટી અને રોકડ મળી રૂ. ૨૭ હજાર મતાની ચોરી કરી હતી.

મહિન્દ્રા વાન, રિક્ષા, બાઈકની ઉઠાંતરી
અમદાવાદઃ સરખેજ અને વટવા વિસ્તારમાંથી મહિન્દ્રા વાન, રિક્ષા અને બાઈકની ઉઠાંતરી થતાં પોલીસે ગુના દાખલ કર્યા છે. સરખેજમાં ઉજાલા સર્કલ નજીકથી મહિન્દ્રા વાનની, વટવામાં નારોલ સર્કલ પાસેથી રિક્ષાની અને કોર્ટ નજીકથી બાઈકની ઉઠાંતરી થઈ હતી.

ગઠિયો સગીરાને ઉઠાવી ગયો
અમદાવાદઃ રામોલ વિસ્તારમાંથી એક સગીરાનું અપહરણ થતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. રામોલમાં સીટીએમ ચાર રસ્તા બસસ્ટેન્ડ નજીક ઊભેલી ૧૫ વર્ષની એક સગીરાને કોઈ અજાણ્યો શખસ લલચાવી ફોસલાવી ઉઠાવી જતાં પોલીસે શોધખોળ શરૂ કરી છે.

દારૂ અને જુગારના અડ્ડા પર દરોડા
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં ચાલતા દારૂ અને જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૧૭૮ લિટર દેશી દારૂ, ૨૩ બોટલ વિદેશી દારૂ, ૪૨ બિયરનાં ટીન, એક કાર, એક રિક્ષા, બે સ્કૂટર, રોકડ રકમ અને જુગારના સાધનો કબજે કરી ૩૧ શખસની ધરપકડ કરી છે.
http://sambhaavnews.com/

You might also like