ક્રાઇમ બ્રિફઃ જાણો માત્ર એક ક્લિક પર

રિક્ષાની અડફેટે અાધેડનું મોત
અમદાવાદઃ બાપુનગર વિસ્તારમાં રિક્ષાની અડફેટે અાવી જતાં એક અાધેડનું મોત થયું હતું. સરસપુરમાં અલાઉદ્દીનની ચાલી ખાતે રહેતા ઈકબાલભાઈ અલાઉદ્દીન ઘાંચી નામના અાધેડ બાપુગરમાં સિટી ગોલ્ડ સિનેમા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રિક્ષાની અડફેટે અાવી જતાં ગંભીર ઈજા થવાથી તેમનું મોત થયું હતું.

સોનાના દોરાની ચીલઝડપ
અમદાવાદઃ ઓઢવ વિસ્તારમાં સોનાના દોરાની ચીલઝડપનો બનાવ બનતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. ઓઢવમાં અંબિકાનગર પાસે અાવેલા મહાદેવ મંદિર પાસેથી પસાર થઈ રહેલ યોગીનીબહેન હિતેશભાઈ જોશીના ગળામાંથી સોનાના દોરો તોડી ગઠિયા બાઈક પર ફરાર થઈ ગયા હતા.

જીપ, રિક્ષા અને બાઈકની ઉઠાંતરી
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાંથી જીપ, રિક્ષા અને બાઈકની ઉઠાંતરી થતાં પોલીસે ગુના દાખલ કર્યા છે. ઘાટલોડિયામાં ગાયત્રીનગર નજીકથી એક જીપની, વિશાલા સર્કલ પાસેથી એક રિક્ષાની અને નારોલ સર્કલ નજીકથી એક બાઈકની ઉઠાંતરી થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

દેશી અને વિદેશી દારૂનો જથ્થો કબજે
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં ચાલતા દારૂ અને જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૧૮૦ લીટર દેશી દારૂ, ૨૪૨ બોટલ વિદેશી દારૂ, ૪૦ બિયરના ટીન, ચાર બાઈક, રોકડ રકમ અને જુગારના સાધનો કબજે કરી ૫૮ શખસની ધરપકડ કરી છે.

તકેદારીરૂપે ૧૦૯ ઈસમની અટકાયત
અમદાવાદઃ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાના હેતુસર પોલીસે જુદા જુદા વિસ્તારમાંથી તકેદારીના પગલારૂપે ૧૦૯ ઈસમોની અટકાયત કરી લોકઅપ ભેગા કરી દીધા છે. જ્યારે ગુનાહીત પ્રવૃતિમાં સંડોવાયેલા બે શખસની પાસા હેઠળ ધરપકડ કરવામાં અાવી છે.
http://sambhaavnews.com/

You might also like