ક્રાઇમ બ્રિફઃ જાણો માત્ર એક ક્લિક પર

સોનાના દોરાની ચીલઝડપ
અમદાવાદઃ રામોલ વિસ્તારમાં સોનાના દોરાની ચીલઝડપનો બનાવ બનતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ હ‌િરદર્શન રોહાઉસમાં રહેતા સંગીતાબહેન પ્રકાશભાઇ પંચાલ તારીખ 14 ફેબ્રુઆરીના રોજ સાંજે વસ્ત્રાલમાં આવેલ સૂર્યમ્ગ્રીનની સામેના ચાર રસ્તાથી પસાર થઇ રહ્યા હતા તે સમયે બાઇક પર આવેલ એક શખ્સ સંગીતાબહેનના ગળામાંથી સોનાના દોરાની ચીલઝડપ કરીને ફરાર થઇ ગયો હતો. રામોલ પોલીસે આ મામલે આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.

એસજી હાઇવે પર બોલેરો કારની ચોરી
અમદાવાદઃ એસજી હાઇવે પર આવેલ ટાઇટે‌િનયમ બિલ્ડીંગ સામેથી બોલેરો કારની ધોળા દિવસે ચોરી થતાં ચકચાર મચી ગઇ છે. થલતેજના સિંધુભવન પાછળ આવેલ અલ્ટી એપાર્ટમેન્ટમાં રહેતા ચંદુલાલ તેજારામ ઠક્કરે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં સાત લાખ રૂપિયાની બોલેરો કારની ચોરી થઇ હોવાની ફરિયાદ દાખલ કરાવી છે. તારીખ 14 ફેબ્રુઆરીના રોજ ચંદુભાઇ પોતાની કાર લઇને ટાઇટે‌િનયમ બિલ્ડીંગમાં કામથી ગયા હતા ત્યારે તેમને તેમની કાર રોડ પર પાર્ક કરી હતી. દરમિયાનમાં કોઇ અજાણ્યા શખ્સ ચંદુલાલની કાર લઇને ફરાર થઇ ગયો હતો.

અકસ્માતમાં મૃત્યુ
અમદાવાદઃ દાણીલીમડા વિસ્તારમાં એક મહિલાનું વાહન અકસ્માતમાં મોત થયું હોવાની ઘટના દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. તારીખ 9 ફેબ્રુઆરીના રોજ દાણીલીમડાની ભગીરથ સોસાયટીની બાજુમાં આવેલી દૂધવાળી ચાલીમાં રહેતાં અનિતાબહેન હર્ષદભાઇ કાલા તેના ભાઇ સંજય સાથે બાઇક પર જતાં હતાં તે સમયે દાણીલીમડા વૈકુંઠધામ મંદિર પાસે સંજયનું બાઇક સ્લિપ ખાઇ ગયું હતું. આ ઘટનામાં અનિતાબહેનને ગંભીર ઇજા પહોંચતાં તેમને સારવાર માટે વી.એસ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં બે દિવસ સારવાર દરમ્યાન તેમનું મોત થતાં દાણીલીમડા પોલીસ અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
http://sambhaavnews.com/

You might also like