ક્રાઇમ બ્રિફઃ જાણો માત્ર એક ક્લિક પર

વટવામાં ૫૦ હજારની મતાની ચોરી
અમદાવાદઃ વટવા વિસ્તારમાં ઘરફોડ ચોરીનો બનાવ બનતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. વટવામાં અાવેલ અમીર નૂરનગરના એક મકાનના તસ્કરોએ તાળા તોડી સાના-ચાંદીના દાગીના અને એલઈડી ટીવી તેમજ રોકડ રકમ મળી રૂ. પ૦ હજારની મતાની ચોરી કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

ઈસનપુરમાં પર્સની તફડંચી
અમદાવાદઃ ઈસનપુર વિસ્તારમાં પર્સની તફડંચી થતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. ઈસનપુરમાં અાવકાર હોલ નજીક કેનાલ રોડ પરથી એક્ટિવા પર પસાર થઈ રહેલી એક મહિલાના હાથમાંથી ગઠિયો ૧૧ હજારની મતા સાથેનો પર્સ તફડાવી ફરાર થઈ જતાં તપાસ હાથ ધરવામાં અાવી છે.

ટ્રકની અડફેટે બાઈકચાલકનું મોત
અમદાવાદઃ શાહઅાલમ દરગાહ નજીક ટ્રકની અડફેટે અાવી જતાં એક બાઈકચાલકનું મોત થયું હતું. શાહઅાલમ દરગાહ ખાતે રહેતો અઝીઝ વલી કરીમવાલા નામનો યુવાન બાઈક પર શાહઅાલમ દરગાહ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રકની અડફેટે અાવી જતાં તેનું મોત થયું હતું.

દારૂ અને જુગારના અડ્ડા પર દરોડા
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં ચાલતા દારૂ અને જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૨૮૩ લીટર દેશી દારૂ, ૧૬૫ બોટલ વિદેશી દારૂ, ૧૯ બિયરના ટીન, બે બાઈક, એક રિક્ષા, રોકડ રકમ અને જુગારના સાધનો કબજે કરી ૪૧ શખસની ધરપકડ કરી છે.

બે બાઈક અને એક રિક્ષાની ઉઠાંતરી
અમદાવાદઃ નારોલ અને રામોલ વિસ્તારમાંથી બે બાઈક અને રિક્ષાની ઉઠાંતરી થતાં પોલીસે ગુના દાખલ કર્યા છે. નારોલ કોર્ટ નજીકથી એક બાઈકની, નારોલ સર્કલ પાસેથી એક બાઈકની અને રામોલ સીટીએમ ચાર રસ્તા પાસેથી રિક્ષાની ઉઠાંતરી થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
http://sambhaavnews.com/

You might also like