ક્રાઇમ બ્રિફઃ જાણો માત્ર એક ક્લિક પર

વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં ચાલતા દારૂ અને જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૪૧ બોટલ વિદેશી દારૂ, ૧૮૦ લિટર દેશી દારૂ, ૧૦ બિયરનાં ટીન, બે બાઈક, એક રિક્ષા, એક કાર, રૂ. ૫ હજારની રકમ અને જુગારનાં સાધનો કબજે કરી ૫ શખસની ધરપકડ કરી છે.

સાવચેતીરૂપે ૧૦૯ ઈસમની અટકાયત
અમદાવાદઃ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાના હેતુથી પોલીસે જુદા જુદા વિસ્તારમાંથી સાવચેતીના પગલારૂપે ૧૦૯ ઈસમોની અટકાયત કરી છે અને બે વ્યક્તિઓને પાસા હેઠળ લોકઅપ ભેગા કર્યા છે.

પાલડી વિસ્તારમાં મહિલા પાસેથી લૂંટ
અમદાવાદઃ જુહાપુરાના ઈમરાન ફ્લેટમાં રહેતા રઝિયાબહેન અજમેરી રાતના સુમારે ફતેપુરા જાસ્મીન હોટલ પાસેથી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે બાઈક પર અાવેલા બે શખસો રઝિયાબહેનનું પર્સ ઝૂંટવી ફરાર થઈ ગયા હતા.

સાબરમતી નદીમાંથી લાશ મળી
અમદાવાદઃ સાબરમતી નદીના પશ્ચિમ કિનારા ઘાટ નં.૬ પાસેથી અમરાઈવાડીમાં રહેતા મહેન્દ્રભાઈ રાવ નામની વ્યક્તિની લાશ મળી અાવી હતી. અા અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

અમરાઈવાડીમાં યુવતીની અાત્મહત્યા
અમદાવાદઃ અમરાઈવાડી તક્ષશિલા ફ્લેટમાં રહેતી સુમન રાજપૂત નામની ૨૧ વર્ષીય યુવતીએ પોતાના ઘરે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ અાત્મહત્યા કરી લીધી હતી. અા અંગે પોલીસે લાશને પીએમ માટે મોકલી તપાસ શરૂ કરી છે.

પાન પાર્લરમાંથી રૂ. ૪૬ હજારની ચોરી
અમદાવાદઃ બાપુનગરમાં અાવેલા હરિ પાન પાર્લર નામની દુકાનમાં તસ્કરોએ ત્રાટકી રોકડા રૂપિયા, ટીવી અને અન્ય મુદ્દામાલ મળી રૂ. ૪૬ હજારની ચોરી કરતાં શહેરકોટડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

http://sambhaavnews.com/

You might also like