ક્રાઇમ બ્રિફઃ જાણો માત્ર એક ક્લિક પર

વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં ચાલતા દારૂ અને જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૨૮ બોટલ વિદેશી દારૂ, ૩૮ લિટર દેશી દારૂ, એક રિક્ષા, રૂ. ૪૦ હજારની રકમ અને જુગારનાં સાધનો કબજે કરી ૩૧ શખસની ધરપકડ કરી છે.

સાવચેતીરૂપે ૪૪ ઈસમની અટકાયત
અમદાવાદઃ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાના હેતુથી પોલીસે જુદા જુદા વિસ્તારમાંથી સાવચેતીનાં પગલાંરૂપે ૪૪ ઈસમોની અટકાયત કરી લોકઅપ ભેગા કર્યા છે જ્યારે પાસા હેઠળ બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં અાવી છે.

રામોલ-નારણપુરામાં ચેઈન સ્નેચિંગ
અમદાવાદઃ વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા મધુબહેન દેસાઈ ઘર નજીક ઊભા હતા તે દરમિયાનમાં એક્ટિવા પર અાવેલા અજાણ્યા શખસો તેમના ગળામાંથી સોનાની ચેઈન ખેંચી ફરાર થઈ ગયા હતા. જ્યારે ચાણક્યપુરી રોડ પર રહેતાં શારદાબહેન પટેલ ચાલતાં પસાર થઈ રહ્યા હતાં ત્યારે બાઈક પર અાવેલા બે શખસો સોનાની ચેઈન ખેંચી ફરાર થઈ જતાં પોલીસે તપાસ શરૂ કરી છે.

ત્યજી દીધેલી બાળકી મળી અાવી
અમદાવાદઃ ભીમજીપુરા વિસ્તારમાં અાવેલ મિશનરી ચેરિટી શિશુ ભવન ખાતે ત્રણ દિવસ અગાઉ ૨૦ દિવસની તાજી જન્મેલી બાળકી કોઈ વ્યક્તિ મૂકી જતાં અા અંગે વાડજ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

વટવા-શહેરકોટડામાં અાત્મહત્યા
અમદાવાદઃ વટવામાં રહેતી સગીર વયની પૂજાકુમારી વર્મા અને સરસપુરમાં રહેતા મનોજભાઈ રાઠોડે કોઈ અગમ્ય કારણસર પંખાના હૂકમાં દુપટ્ટો બાંધી પોતાના ઘરે ગળાફાંસો ખાઈ અાત્મહત્યા કરી લેતાં પોલીસે તપાસ શરૂ કરી છે.
http://sambhaavnews.com/

You might also like