ક્રાઇમ બ્રિફઃ જાણો માત્ર એક ક્લિક પર

નરોડાની સગીરાનું અપહરણ
અમદાવાદ: નરોડામાં રહેતી એક સગીરાનું અપહરણ થતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. નરોડા વિસ્તારમાં પાર્શ્વનાથ કોમ્પ્લેકસ નજીક રહેતી એક સગીરાને કોઇ અજાણ્યો શખ્સ લલચાવી-ફોસલાવી લઇ જતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

બે બાઈક અને રિક્ષાની ઉઠાંતરી
અમદાવાદ: શહેરના ઓઢવ અને રામોલ વિસ્તારમાંથી બે બાઇક અને રિક્ષાની ઉઠાંતરી થતાં પોલીસે ગુના દાખલ કર્યા છે. ઓઢવમાં જીઆઇડીસી નજીકથી બાઇકની, કઠવાડા બસસ્ટેન્ડ પાસેથી એક બાઇકની અને રામોલ સીટીએમ બસસ્ટેન્ડ પાસેથી એક રિક્ષાની ઉઠાંતરી થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

ભેદી સંજોગોમાં ચાર યુવતી લાપતા
અમદાવાદ: શહેરના જુદા જુદા વિસ્તારમાંથી ચાર યુવતીઓ ભેદી સંજોગોમાં લાપતા બની હતી. નરોડામાંથી અંજના પંચાલ, રેણુકા સોલંકી, ખોખરામાંથી હંસાબહેન જોશી અને મેઘાણીનગરમાંથી ખુશબૂ પઢિયાર નામની યુવતીઓ લાપતા બનતાં પોલીસે જાણવાજોગ નોંધ કરી છે.

દેશી-વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં દારૂ-જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૧૯૬ લિટર દેશી દારૂ, ૩૮૦ બોટલ વિદેશી દારૂ, ૧૪ બિયરનાં ટીન, એક રિક્ષા, એક છોટા હાથી, રૂ.૪,૦૦૦ની રોકડ રકમ અને જુગારનાં સાધનો કબજે કરી ર૮ શખ્સની ધરપકડ કરી છે. આ ઉપરાંત પોલીસે તકેદારીના પગલાંરૂપે ૯૭ શખ્સની અટકાયત કરી છે.

સાબરમતી નદીમાં લાશ મળી
અમદાવાદ: ચંદ્રભાગા પુલ નીચે સાબરમતી નદીમાંથી એક વૃદ્ધની લાશ મળી આવતાં પોલીસે તપાસ હાથ ધરી છે. ચંદ્રભાગા પુલ નીચે સાબરમતી નદીમાં એક વૃદ્ધની લાશ તરતી હોવાની જાણ થતાં પોલીસે તાત્કાલિક પહોંચી જઇ જરૂરી કાર્યવાહી કરી લાશને બહાર કઢાવી પીએમ માટે મોકલી આપી હતી. મરનારનું નામ-સરનામું કે અન્ય કોઇ વિગત હજુ સુધી જાણવા મળી નથી.
http://sambhaavnews.com/

You might also like