ક્રાઇમ બ્રિફઃ જાણો માત્ર એક ક્લિક પર

ગૂંગળાઈ જતાં યુવાનનું મોત
અમદાવાદઃ રામોલ વિસ્તારમાં ગૂંગળાઈ જવાના કારણે એક યુવાનનું મોત થતાં પોલીસે તપાસ હાથ ધરી છે. રામોલમાં અાવેલ ખોડિયાર પાર્ક ખાતે રહેતા બલિરામ મુન્નીલાલ પ્રજાપતિ નામના ૨૮ વર્ષના યુવાનનું અાગ લાગતાં ગુંગળાઈ જવાથી મોત થયું હતું.

દારૂ અને જુગારના અડ્ડા પર દરોડા
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં ચાલતા દારૂ અને જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૪૨૬ લીટર દેશી દારૂ, ૬૬ બોટલ વિદેશી દારૂ, ૮ બિયરના ટીન, એક રિક્ષા, એક બાઈક, રૂ. ૧૪ હજારની રકમ અને જુગારના સાધનો કબજે કરી ૩૧ શખસની ધરપકડ કરી છે.

પાંચ વ્યક્તિ ભેદી રીતે ગુમ
અમદાવાદઃ બાપુનગરમાંથી દિલીપભાઈ બાબુભાઈ સાગર, ગોમતીપુરમાંથી દેવકુમાર પરમાર, રાણીપમાંથી શ્યામલાલ હનુમાનલાલ યાદવ, ઈલેશ હર્ષદભાઈ પટેલ અને દાણીલીમડામાંથી અનવર સુબરાતી અન્સારી નામની અા પાંચ વ્યક્તિ ભેદી રીતે ગુમ થઈ જતાં પોલીસે સઘન શોધખોળ શરૂ કરી છે.

તકેદારીરૂપે ૮૩ ઈસમની અટકાયત
અમદાવાદઃ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાના હેતુસર પોલીસે જુદા જુદા વિસ્તારમાંથી ૮૩ ઈસમોની તકેદારીના પગલારૂપે અટકાયત કરી લોકઅપ ભેગા કરી દીધા છે. જ્યારે નશાબંધી ભંગ બદલ ત્રણની અને પાસા હેઠળ એક શખસની ધરપકડ કરવામાં અાવી હતી.

રૂ. ૭૫ હજારની મગમાળાની તફડંચી
અમદાવાદઃ બાપુનગર વિસ્તારમાં રહેતી દક્ષાબહેન જિતેન્દ્રસિંહ ચાવડા નામની મહિલા ઈન્દિરા બ્રિજથી રિક્ષામાં બેસી નરોડા પાટિયા તરફ જઈ રહી હતી ત્યારે રિક્ષામાં બેઠેલા એક અજાણ્યા શખસે અા મહિલાની નજર ચૂકવી તેના પર્સમાંથી રૂ. ૭૫ હજારની મગમાળાની તફડંચી કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
http://sambhaavnews.com/

You might also like