Categories: Gujarat

Crime Brief: બસ..! એક Click અને વાંચો શહેરના ક્રાઇમ સમાચાર

કામ-ધંધો ન મળતાં બેકારીથી કંટાળી યુવાનની અાત્મહત્યા
અમદાવાદ: બાપુનગર વિસ્તારમાં રહેતા એક યુવાને કામ ધંધા ન મળતાં બેકારીથી કંટાળી જઈ અાત્મહત્યા કરી લેતાં પોલીસે અાપઘાતનો ગુનો દાખલ કરી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.  અા અંગેની વિગત એવી છે કે બાપુનગર વિસ્તારમાં હીરાવાડી નજીક અાવેલી મયૂરપાર્ક સોસાયટીમાં રહેતા પ્રવીણ વશરામભાઈ નામના ૩૩ વર્ષના યુવાને સવારના ૮ વાગ્યાના સુમારે પોતાના ઘરમાં જ અનાજમાં નાખવાની ઝેરી ગોળીઓ ખાઈ લેતાં તેને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં અાવ્યો હતો.  જ્યાં સારવાર દરમિયાન તેનું સાંજના સાત વાગે મોત થયું હતું. પોલીસે અા અંગે તપાસ હાથ ધરતાં જાણવા મળ્યું હતું કે અાત્મહત્યા કરનાર યુવાન છેલ્લા કેટલાક વખતથી કામ ધંધો ન મળતાં બેકાર હતો અને બેકારીથી કંટાળી જઈ તેને અા અંતિમ પગલું ભર્યું હતું.

નરોડામાં બેકરી અને દુકાનમાં અાગ લાગતાં ભારે દોડધામ
અમદાવાદ: નરોડા વિસ્તારમાં અાજે વહેલી સવારે એક બેકરી અને એક દુકાનમાં અાગ લાગતાં ભારે દોડધામ મચી ગઈ હતી. ફાયરબ્રિગેડના જવાનોએ તાત્કાલીક પહોંચી જઈ અાગને કાબૂમાં લીધી હતી. ફાયરબ્રિગેડના જણાવ્યા પ્રમાણે નરોડા વિસ્તારમાં અરવિંદ મિલ સામે અાવેલી એક બેકરીમાં અાજે વહેલી સવારે પાંચ વાગ્યાના સુમારે અચાનક જ અાગ ફાટી નીકળી હતી. અાગમાં બેકરીનો તમામ માલ-સામાન બળીને ખાક થઈ ગયો હતો. જ્યારે અા જ વિસ્તારમાં એસટી વર્કશોપ નજીક પોલીસ ચોકીની પાછળના ભાગે અાવેલ હુસૈનનગરમાં અાવેલી પ્લાસ્ટિકની એક દુકાનમાં પણ અાજે વહેલી સવારે ૪ વાગ્યાના સુમારે અચાનક જ અાગ ફાટી નીકળી હતી. જેના કારણે અાજુબાજુના લોકોમાં ભયની લાગણી પ્રસરતાં દોડધામ મચી ગઈ હતી. બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડના જવાનોએ તાત્કાલીક પહોંચી જઈ અાગ બુઝાવી દીધી હતી.

મણિનગરમાં રૂપિયા ચાર લાખની ઘરફોડ
અમદાવાદઃ મણિનગરમાં રૂપિયા ચાર લાખની ઘરફોડ ચોરીનો બનાવ બનતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. મણિનગરમાં રમણનગર પાસે અાવેલ શુભલક્ષ્મી એપાર્ટમેન્ટના એક મકાનનાં તાળાં તોડી તસ્કરોએ ઘરેણાં અને રોકડ રકમ મળી રૂપિયા ચાર લાખની મતાની ચોરી કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

સોલામાંથી સગીરાનું અપહરણ
અમદાવાદઃ સોલા વિસ્તારમાંથી એક સગીરાનું અપહરણ થતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. ન્યુ રાણીપ ખાતે અાવેલ સરસ્વતીનગરમાં રહેતી એક સગીરાને જગદીશ અાત્મારામ રાવલ નામનો શખ્સ સોલા વિસ્તારમાંથી લલચાવી-ફોસલાવી લઇ જતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

બે બાઈક અને રિક્ષાની ઉઠાંતરી
અમદાવાદઃ શહેરના કાલુપુર અને ગોમતીપુર વિસ્તારમાંથી બે બાઈક-રિક્ષાની ઉઠાંતરી થતાં પોલીસે ગુના દાખલ કર્યા છે. કાલુપુરમાં રેલવે સ્ટેશન નજીકથી એક બાઈકની અને ટંકસાળની પોળ પાસેથી એક બાઈકની તેમજ ગોમતીપુરમાં ચારતોડા કબ્રસ્તાન પાસેથી ‌િરક્ષાની ઉઠાંતરી થઈ હતી.

દેશી-વિદેશી દારૂનો જથ્થો કબજે
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં દારૂ-જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૭૦ લિટર દેશી દારૂ, ૧૧૧ બોટલ વિદેશી દારૂ, ૨૪ બિયરનાં ટીન, એક રિક્ષા, એક બાઇક, રૂ.૯,૦૦૦ની રોકડ રકમ અને જુગારનાં સાધનો કબજે કરી ૪૩ શખ્સની ધરપકડ કરી છે. આ ઉપરાંત પોલીસે તકેદારીનાં પગલાંરૂપે ૧૫૮ શખ્સની અટકાયત કરી છે.

વૃદ્ધની લાશ મળી આવી
અમદાવાદઃ સિવિલ હોસ્પિટલ નજીકથી એક વૃદ્ધની લાશ મળી આવતાં પોલીસે તપાસ હાથ ધરી છે. સિવિલ હોસ્પિટલ નજીકની ફૂટપાથ પર એક વૃદ્ધની લાશ પડી હોવાની જાણ થતાં પોલીસે તાત્કાલિક પહોંચી જઇ જરૂરી કાર્યવાહી શરૂ કરી હતી.

divyesh

Recent Posts

મસ્તી મસ્તીમાં મિત્રો ઝઘડ્યા એકે બીજાને ચપ્પાના ઘા માર્યા

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરમાં વટવા વિસ્તારમાં આવેલા પુનિતનગર બસ સ્ટેન્ડ પાસે ગઇ કાલે રાતે એક યુવક ઉપર સામાન્ય બાબતે તેના…

1 day ago

આતંક સામે આક્રોશ, શહીદ જવાનોને શ્રદ્ધાંજલિઃ બજારો સ્વયંભૂ બંધ રહ્યાં

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં CRPFના જવાનો ઉપર થયેલા આતંકી હુમલાના ઘેરા પ્રત્યાધાત અમદાવાદ સહિત સમગ્ર દેશમાં પડ્યા છે. આંતકી…

1 day ago

પગાર વધારાની માગણી સાથે શિક્ષણ સહાયકો કાલે સામૂહિક મૂંડન કરાવશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: પગારના મુદ્દે છેલ્લા ઘણા સમયથી લડત ચલાવી રહેલા ગ્રાન્ટેડ શાળાઓમાં ફરજ બજાવી રહેલા શિક્ષણ સહાયકોએ રાજ્ય સરકારને…

1 day ago

750 કરોડની SVP હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ છે પણ શોભાનો

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: વી.એસ. હોસ્પિટલ પરિસરમાં રૂ.૭પ૦ કરોડના ખર્ચે નવનિર્મિત ૧૮ માળની સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલના બારમા માળે સ્વાઇન ફ્લૂનો…

1 day ago

મ્યુનિ. બજેટ બેઠકમાં બબાલઃ માત્ર એક કલાકમાં ચાર બજેટ મંજૂર કરી દેવાયાં

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: આજે મ્યુનિસિપલ મુખ્યાલયમાં આવેલા ગાંધી હોલમાં મળેલી બજેટ બેઠકમાં સવારે ૧૦ વાગ્યે મ્યુનિ. કોર્પોરેશન સલગ્ન ચારેય સંસ્થાનાં…

1 day ago

પુલવામા હુમલો: ૪૦ શહીદને આજે અંતિમ વિદાય અપાશે

(એજન્સી) નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ ૪૦ જવાનના પાર્થિવ દેહ આજે તેમના ઘરે પહોંચી જશે અને તેમને…

1 day ago