Crime Brief: બસ..! એક Click અને વાંચો શહેરના ક્રાઇમ સમાચાર

વિકાસગૃહની બે સગીરાનાં અપહરણ થતાં ચકચાર
અમદાવાદ: પાલડી વિકાસગૃહની બે સગીરાનાં એકસાથે અપહરણ થતાં અા ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. પાલડી પોલીસે અા અંગે અપહરણનો ગુનો દાખલ કરી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.  અા અંગેની વિગત એવી છે કે પાલડી વિસ્તારમાં ધૂમકેતુ માર્ગ પર અન્નપૂર્ણા હોલની સામે અાવેલ વિકાસગૃહમાં રહેતી ૧૭ વર્ષીય અને ૧૪ વર્ષીય બે સગીરાને કોઈ અજાણ્યા શખસો અપહરણ કરી ઉઠાવી જતાં અા અંગે વિકાસગૃહના સુ‌પરિન્ટેન્ડેન્ટ પારુલબહેન સંદીપભાઈ મેઢીએ પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.  અા ઉપરાંત જુહાપુરામાં ક્લાસીક પાર્કની બાજુમાં અાવેલ શા‌િહર રો-હાઉસ નજીકથી એક સગીરાનું કોઈ અજાણ્યા શખસે અપહરણ કરતાં પોલીસે સઘન શોધખોળ શરૂ કરી છે, પરંતુ હજુ સુધી ઉપરોક્ત ત્રણેય સગીરામાંથી કોઈનો હજુ સુધી કોઈ પત્તો મળ્યો નથી.

જમાલપુરના મકાનમાં મોડી રાતે અાગ લાગતાં દોડધામ
અમદાવાદ,: જમાલપુર વિસ્તારમાં અાવેલા એક મકાનમાં મોડી રાતે અાગ લાગતાં ભારે દોડધામ મચી ગઈ હતી. અાગમાં ઘરની તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હોવાનું જાણવા મળે છે.  ફાયરબ્રિગેડનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે અા અંગેની વિગત એવી છે કે જમાલપુર વિસ્તારમાં મીરાણા પીરની દરગાહ પાસે અાવેલ એક મકાનમાં ગઈ રાતના એક વાગ્યાના સુમારે અચાનક જ અાગ ફાટી નીકળી હતી. અાગ લાગતાં જ અાજુબાજુમાં રહેતા લોકો ભયભીત બની ઘરની બહાર દોડી ગયા હતા. બનાવની જાણ થતાં જ ફાયરબ્રિગેડના જવાનોએ ફાયરફાઈટર અને વોટર ટેન્કર સાથે તાત્કા‌િલક ઘટનાસ્થળે પહોંચી જઈ પાણીનો મારો ચલાવી અાગને કાબૂમાં લીધી હતી. અાગમાં તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. જોકે સદનસીબે કોઈ જાનહા‌િન કે ઈજા થવા પામી નથી. અાગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું જાણવા મળે છે.

દેશી-વિદેશી દારૂનો જથ્થો કબજે
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં દારૂ-જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૧૮પ લિટર દેશી દારૂ, ૯૦ બોટલ વિદેશી દારૂ, ર૯ બિયરનાં ટીન, બે સ્કૂટર, એક બાઇક, રૂ.ર૮,૦૦૦ની રોકડ રકમ અને જુગારનાં સાધનો કબજે કરી ૬૪ શખ્સની ધરપકડ કરી છે.

તકેદારીરૂપે ૧પ૪ની અટકાયત
અમદાવાદઃ કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે શહેર પોલીસે શહેરના જુદા જુદા વિસ્તારમાં તકેદારીનાં પગલાંરૂપે ૧પ૪ શખ્સની અટકાયત કરી લોકઅપ ભેગા કરી દીધા છે. આ ઉપરાંત દારૂના નશામાં છાકટા બની જાહેર રોડ પર બખેડો કરતા ત્રણ શખસની પોલીસે ધરપકડ કરી હતી તેમજ ગુનાઇત પ્રવૃત્તિમાં સંડોવાયેલા ત્રણ શખ્સની પાસા હેઠળ ધરપકડ કરી હતી.

વૃદ્ધની લાશ મળી આવી
અમદાવાદઃ સિવિલ હોસ્પિટલ નજીકથી એક વૃદ્ધની લાશ મળી આવતાં પોલીસે તપાસ હાથ ધરી છે. સિવિલ હોસ્પિટલ નજીકની ફૂટપાથ પર એક વૃદ્ધની લાશ પડી હોવાની જાણ થતાં પોલીસે તાત્કાલિક પહોંચી જઇ જરૂરી કાર્યવાહી શરૂ કરી હતી.

ટેમ્પો, રિક્ષા અને બાઈકની ઉઠાંતરી
અમદાવાદઃ શહેરના નરોડા અને ઓઢવ વિસ્તારમાંથી ટેમ્પો, રિક્ષા અને બાઇકની ઉઠાંતરી થતાં પોલીસે ગુના દાખલ કર્યા છે. નરોડામાં પા‌િટયા નજીકથી ટેમ્પોની, ગેલેક્સી સિનેમા નજીકથી રિક્ષાની અને ઓઢવમાં જીઆઇડીસી નજીકથી એક બાઇકની ઉઠાંતરી થઈ હતી.

નાસતો ફરતો ગુનેગાર ઝડપાયો
અમદાવાદઃ શહેરના જુદા ‌જુદા વિસ્તારમાં અગાઉ બનેલા ઘરફોડ અને વાહનચોરીના ગુનામાં સંડોવાયેલા અને છેલ્લા કેટલાક વખતથી નાસતા ફરતા રીઢા ગુનેગાર સા‌િદક હુસેન સરેસવાલા નામના શખ્સને પોલીસે એક્સપ્રેસ હાઇવે નજીકથી ઝડપી લઇ સઘન પૂછપરછ શરૂ કરી છે.

You might also like