Crime Brief: બસ..! એક Click અને વાંચો શહેરના ક્રાઇમ સમાચાર

યુવાને નદીમાં ઝંપલાવી જીવતર ટૂંકાવી નાખ્યુંં
અમદાવાદ: જીવરાજપાર્ક વિસ્તારમાં રહેતા એક યુવાને સાબરમતી નદીમાં ઝંપલાવી જિંદગી ટૂંકાવી નાખતાં પોલીસે અા અંગે અાપઘાતનો ગુનો દાખલ કરી અાગળની તપાસ હાથ ધરી છે.  જીવરાજપાર્ક વિસ્તારમાં જીવરાજ મહેતા દવાખાનાની બાજુમાં અાવેલ ચામુંડાનગર શેરી નં. ૨ ખાતે રહેતા રાકેશ ઉર્ફે બાદશાહ જયસિંગભાઈ ચાવડા નામના ૨૫ વર્ષના યુવાને અગમ્ય કારણસર અાંબેડકર પુલ નજીક સાબરમતી નદીમાં ઝંપલાવી અાત્મહત્યા કરી હતી. બનાવની જાણ થતાં પોલીસે તાત્કા‌િલક પહોંચી જઈ ફાયરબ્રિગેડની મદદથી લાશને બહાર કઢાવી પીએમ માટે મોકલી અાપી હતી. અા અંગે પોલીસે મરનારના ઘરના સભ્યના તેમજ અાજુબાજુના લોકોની પૂછપરછ કરી નિવેદનો લીધા હતા, પરંતુ અાપઘાત કરવા પાછળનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.

હિટ એન્ડ રનઃ બે પદયાત્રીનાં કમકમાટીભર્યાં મોતથી અરેરાટી
અમદાવાદ: રાજકોટ-જામનગર હાઈવે પર બાણુગાર નજીક બનેલી હિટ એન્ડ રનની એક ઘટનામાં બે પદયાત્રીનાં મોત થયાં હોવાનું જાણવા મળે છે. પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી સઘન તપાસ શરૂ કરી છે.
અમરેલી જિલ્લાના દાંતડીવાળા સમઢિયાળી ગામની રહીશ ધીરુભાઈ કુવાડિયા તેમનાં પત્ની તથા અન્ય લોકો દ્વારકા દર્શનાર્થે પગપાળા જઈ રહ્યા હતા ત્યારે વહેલી સવારે રાજકોટ-જામનગર હાઈવે પર બાણુગાર ગામ પાસે પાછળથી અાવેલી એક કારે પગપાળા જઈ રહેલા લોકોને અડફેટે લેતાં વનરાજ બકુતરા (ઉં.વ. ૨૧) અને કિરણબહેન કુવાડિયા (ઉં.વ. ૩૫) અા બંનેનાં ગંભીર ઈજા થવાના કારણે ઘટનાસ્થળે મોત થયા હતા જ્યારે ત્રણ પદયાત્રીઓને ઈજાઓ પહોંચતાં સારવાર માટે ખસેડવામાં અાવ્યા હતા. અકસ્માત સર્જી કારચાલક જામનગર તરફ નાસી છૂટ્યો હતો.

સ્કૂલવાન પલટી ખાતાં નવ છાત્રોને ગંભીર ઈજા
અમદાવાદ: મોડાસાની એક વિદ્યાલયમાં અભ્યાસ અર્થે સ્કૂલવાનમાં બેસીને અાવતા છાત્રોને અકસ્માત નડતાં નવ છાત્રોને ગંભીર ઈજા થઈ હોવાનું જાણવા મળે છે. અા અંગેની વિગત એવી છે કે મોડાસાના મદાપુર કમ્પા ખાતે અાવેલી પ્રાર્થના ગ્લોબલ વિદ્યાલયમાં અભ્યાસ કરતાં અાજુબાજુના ગામડાંઓમાંના વિદ્યાર્થીઓ સ્કૂલવાનમાં બેસી અાવી રહ્યા હતા ત્યારે અચાનક જ ડ્રાઈવરે ‌િસ્ટયરિંગ પરનો કાબૂ ગુમાવતાં અા સ્કૂલવાન પલટી ખાઈ ગઈ હતી. સ્કૂલવાન પલટી ખાતાં જ છાત્રોએ ભયના કારણે ચીસાચીસ મૂકી દીધી હતી. અા ઘટનામાં નવ છાત્રોને ઈજાઓ પહોંચતાં તમામને સારવાર માટે ખસેડવામાં અાવ્યા હતા.

ગઠિયો સગીરાને ઉઠાવી ગયો
અમદાવાદઃ સરસપુરમાં રહેતી એક સગીરાનું અપહરણ થતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. સરસપુરમાં ઠાકોરવાસ ખાતે રહેતી એક સગીરાને સુનીલ જયદીપસિંહ ઠાકોર નામનો શખ્સ લલચાવી-ફોસલાવી લઇ જતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

બુલેટ અને રિક્ષાની ઉઠાંતરી
અમદાવાદઃ શહેરના આનંદનગર અને કાલુપુર વિસ્તારમાંથી બુલેટ અને રિક્ષાની ઉઠાંતરી થતાં પોલીસે ગુના દાખલ કર્યા છે. આનંદનગરમાં વાયએમસીએ કલબ નજીક મહાકાળીના મંદિર નજીકથી બુુલેટ બાઇકની અને કાલુપુર રેલવે સ્ટેશન નજીકથી એક રિક્ષાની ઉઠાંતરી થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

દારૂ-જુગારના અડ્ડા પર દરોડા
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં દારૂ-જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૩૩૭ લિટર દેશી દારૂ, ૧૪ બોટલ વિદેશી દારૂ, ૪૦ બિયરનાં ટીન, બે રિક્ષા, એક બાઇક, રૂ.૩ર૦૦ની રોકડ રકમ અને જુગારનાં સાધનો કબજે કરી ૪૧ શખ્સની ધરપકડ કરી છે.

તકેદારીરૂપે ૧પ૬ની અટકાયત
અમદાવાદઃ કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે શહેર પોલીસે શહેરના જુદા જુદા વિસ્તારમાં તકેદારીનાં પગલાંરૂપે ૧પ૬ શખ્સની અટકાયત કરી લોકઅપ ભેગા કરી દીધા છે. આ ઉપરાંત દારૂના નશામાં છાકટા બની જાહેર રોડ પર બખેડો કરતા પાંચ શખસની પોલીસે ધરપકડ કરી હતી.

વસ્ત્રાપુરમાં મકાનનાં તાળાં તૂટ્યાં
અમદાવાદઃ વસ્ત્રાપુર વિસ્તારમાં તસ્કરોએ એક મકાનનાં તાળાં તોડી રૂ.૪પ,૦૦૦ની મતાની ચોરી કરતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. વસ્ત્રાપુરમાં આવેલ રવિનિકેતન એપાર્ટમેન્ટના એક મકાનનાં તાળાં તોડી સોનાનાં ઘરેણાં, ઘડિયાળ અને રોકડ રકમ મળી રૂ.૪પ,૦૦૦ની મતાની ચોરી કરતાં તપાસ હાથ ધરવામાં આવી છે.

You might also like