ક્રાઇમ બ્રિફ: એક જ CLICKમાં વાંચો શહેરના ક્રાઇમ ન્યૂઝ

સોનાનાે દોરાે તફડાવી ગઠિયા ફરાર
અમદાવાદઃ ચાંદખેડા વિસ્તારમાં સોનાના દોરાની ચીલઝડપનો બનાવ બનતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. ચાંદખેડા વિસ્તારના અષ્ટક ફલેટ સામેના રોડ પરથી પસાર થઇ રહેલ મધુબહેન અશોકભાઇ નામની યુવતીના ગળામાંથી બાઇક પર આવેલા ગઠિયા સોનાનો દોરો તોડી ફરાર થઇ ગયા હતા.

બિલ્ડિંગ પરથી પટકાતાં મોત
અમદાવાદઃ વાસણા વિસ્તારમાં નવા બની રહેલા બિલ્ડિંગ પરથી પટકાતાં એક યુવાનનું મોત થયું હતું. વાસણામાં જી.બી. શાહ કોલેજ નજીક નવા બંધાઇ રહેલા બિલ્ડિંગના ૧૩મા માળે નિરમા મછાર નામનો યુવાન ચણતરમાં સાંધા પૂરતો હતો ત્યારે અકસ્માતે નીચે પટકાતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

ટ્રક નીચે યુવાન કચડાઈ ગયો
અમદાવાદઃ નરોડા રોડ પર ટ્રકની અડફેટે આવી જતાં એક યુવાનનું મોત થયું હતું. સરસપુર વિસ્તારમાં રહેતો કૌશિક વાઘેલા નામનો યુવાન નરોડા રોડ પર અશોક મિલ પાસેથી પસાર થઇ રહ્યો હતો ત્યારે પાછળના ભાગેથી પુરઝડપે આવી રહેલી ટ્રકે અડફેટમાં લેતાં કચડાઇ જવાથી તેનું મોત થયું હતું.

દારૂ-જુગારના અડ્ડા પર ઠેર ઠેર દરોડા
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં ચાલતા દારૂ-જુગારના અડ્ડા પર દરોડા પાડી ૩૯૦ ‌િલટર દેશી દારૂ, ૧૪ ‌િલટર વિદેશી દારૂ, રપ બિયરનાં ટીન, એક રિક્ષા, એક બાઇક, રૂ.૯પ,૦૦૦ની રકમ અને જુગારનાં સાધનો કબજે કરી ૧૩૦ શખ્સની ધરપકડ કરી પોલીસે ગુના દાખલ કર્યા છે.

તકેદારીરૂપે ર૪રની અટકાયત
અમદાવાદઃ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાના હેતુથી પોલીસે તકેદારીનાં પગલાંરૂપે જુદા જુદા વિસ્તારમાંથી ર૪ર ઇસમની અટકાયત કરી લોકઅપ ભેગા કરી દીધા છે.

You might also like