ક્રાઇમ બ્રિફ: એક જ CLICKમાં વાંચો શહેરના ક્રાઇમ ન્યૂઝ

ઇકો કાર, રિક્ષા અને બાઇકની ઉઠાંતરી
અમદાવાદ: શહેરના વાડજ અને ઓઢવ વિસ્તારમાંથી ઇકો કાર, ‌િરક્ષા અને બાઇકની ઉઠાંતરી થઇ હતી. વાડજમાં અખબારનગર સર્કલ પાસેથી ઇકો ગાડીની, ઓઢવમાં જીઆઇડીસી ગેટ પાસેથી એક લો‌ડિંગ રીક્ષા અને બાઇકની ઉઠાંતરી થઇ હતી.

દારૂ-જુગારના અડ્ડા પર પોલીસના દરોડા
અમદાવાદ: શહેરના જુદા જુદા વિસ્તારમાં ચાલતા દારૂ-જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી પ૮ર લિટર દેશી દારૂ, ૪૪૧ બોટલ વિદેશી દારૂ, એક રિક્ષા, ત્રણ સ્કૂટર, રૂ.૧.ર૦ લાખની રકમ અને જુગારના સાધનો કબજે કરી ૧૮પ શખસોની ધરપકડ કરી છે.

અગમચેતીરૂપે ૯૦૪ ઇસમની અટકાયત
અમદાવાદ: આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ‌ જાળવવાના હેતુસર પોલીસે જુદા જુદા વિસ્તારમાંથી ૯૦૪ ઇસમની અટકાયત કરી લોકઅપ ભેગાં કરી દીધા છે તથા નશાબંધીના ભંગ બદલ ૧૪૦ દારૂડિયાને ઝડપી લઇ ગુના દાખલ કર્યા છે.

નરોડામાં સોનાના દોરાની ચીલઝડપ
અમદાવાદ: નરોડામાં સોનાના દોરાની ચીલઝડપ થતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. નરોડા પાટિયાથી સૈજપુર ટાવર તરફ જઇ રહેલા દક્ષાબહેન નીલેશભાઇ પટેલ નામની મહિલાના ગળામાંથી ગઠિયાઓ સોનાનો દોરો તોડી ફરાર થઇ જતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

બિનવારસી હાલતમાં લાશ મળી આવી
અમદાવાદ: ચંદ્રભાગા પુલ નીચે સાબરમતી નદીમાંથી બિનવારસી હાલતમાં એક આધેડની લાશ મળી આવી હતી. આ આધેડે આત્મહત્યા કરી છે કે તેનું ડૂબી જવાથી મોત થયું છે તે અંગેની તેમજ મરનારનું નામ, સરનામું કે અન્ય કોઇ વિગત હજુ સુધી જાણવા મળ્યા નથી. પોલીસે લાશને પીએમ માટે હોસ્પિટલ ખાતે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like